Olympics 2036: વડાપ્રધાન મોદીએ યજમાન પદ માટે ભારતની દાવેદારીને લઈ અપાવ્યો વિશ્વાસ

Olympics 2036: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 141મી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સત્ર માટેના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી પુષ્ટિ પ્રમાણે ભારત 2036ની ઓલમ્પિક (Olympics 2036) સ્પર્ધાનું યજમાન બનવા માટે પોતાની દાવેદારી નોંધાવશે.  Olympics 2036 માટે ભારત ઉત્સાહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

Share:

Olympics 2036: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 141મી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સત્ર માટેના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી પુષ્ટિ પ્રમાણે ભારત 2036ની ઓલમ્પિક (Olympics 2036) સ્પર્ધાનું યજમાન બનવા માટે પોતાની દાવેદારી નોંધાવશે. 

Olympics 2036 માટે ભારત ઉત્સાહિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત ઓલમ્પિકના આયોજનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.  ભારત 2036ની ઓલમ્પિકના આયોજન માટેના પ્રયત્નોમાં કોઈ કસર નહીં છોડે. આ સાથે જ તેમણે ભારતમાં ઓલમ્પિક યોજાય તે 140 ભારતીયોનું સ્વપ્ન હોવાનું પણ જણાવ્યું હતું. 

યુથ ઓલમ્પિક 2029ના યજમાન પદ માટે પણ ઉત્સુકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જણાવ્યું હતું કે, ભારત 2029માં યુથ ઓલમ્પિકના યજમાન પદ માટે પણ ઈચ્છા ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાખની હાજરીમાં જણાવ્યું હતું કે, ભારત 2029ની યુથ ઓલમ્પિકનું યજમાન બનવા માટે પણ ઉત્સુક છે. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા ભારતને સતત સમર્થન મળતું રહેશે તેને લઈ વિશ્વાસ દર્શાવ્યો હતો. ભારત બીજી વખત અને આશરે 40 વર્ષના અંતરાલ બાદ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સત્રનું યજમાન બન્યું હતું. 

વધુ વાંચો: PM મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી

થોમસ બાખનું સંબોધન

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (આઈઓસી)ના અધ્યક્ષ થોમસ બાખે જણાવ્યું હતું કે, ભારત અમારા આઈઓસી સત્રનું આયોજન કરવા માટે ખરેખર એક પ્રેરણાદાયી સ્થળ છે. એક એવો દેશ જે એક શાનદાર ઈતિહાસ અને ગતિશીલ વર્તમાનને ભવિષ્યમાં જોરદાર આત્મવિશ્વાસ સાથે જોડે છે. 

વડાપ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રેસ રિપોર્ટ પ્રમાણે આઈઓસીનું 86મું સત્ર 1983માં નવી દિલ્હી ખાતે યોજાયું હતું. 

ઓલમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સ્થાન

આઈઓસીના અધ્યક્ષ થોમસ બાખે જણાવ્યું હતું કે, 2028થી ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવશે કારણ કે, તે વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આ સાથે જ તેમણે વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં સફળતાપૂર્વક આયોજિત થયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

રમતો માટેના વિશ્વના સૌથી મોટા આયોજનને 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન ગણાવતા વડાપ્રધાન મોદીએ તેને ભારતીયોની આકાંક્ષા ગણાવી હતી. તેમણે ભારતમાં રમતોની પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તે સિંધુ ઘાટી સભ્યતા (રાખીગઢી શિલાલેખ)ના સમયથી ચાલી આવે છે. 

વધુ વાંચો:  પહેલા નોરતે રીલિઝ થયો ગરબો ‘માડી’, કંગના રનૌતે વખાણ્યો

વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે, “ભારતીયો માત્ર રમતોના પ્રેમી જ નથી પરંતુ અમે તેને જીવીએ પણ છીએ અને દેશ 2029માં યુથ ઓલમ્પિકનું યજમાન બનવા માટે પણ ઉત્સુક છે.” વડાપ્રધાને પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, ભારતમાં વૈશ્વિક આયોજનોનું યજમાન બનવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને જરૂરી વ્યવસ્થા પણ છે. આ માટે તેમણે G20 સમિટ અને ભારતની અધ્યક્ષતાનું ઉદાહરણ આપ્યું હતું જેના માટે દેશના 60થી વધારે શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા.