વડાપ્રધાન મોદીનો જન્મદિવસ: જાણો છેલ્લા 5 વર્ષ દરમિયાન કઈ રીતે કરાઈ આ ખાસ દિવસની ઉજવણી

વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બર, 2023ને રવિવારના રોજ 73 વર્ષના થયા છે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા નેતાઓમાં વિશ્વ સ્તરે હાઈએસ્ટ એપ્રૂવલ રેટિંગ મેળવ્યું છે. અમેરિકા સ્થિત કન્સલ્ટન્સી ફર્મના ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ટ્રેકર’ પ્રમાણે 76 ટકા લોકો વડાપ્રધાન મોગીના નેતૃત્વને સ્વીકારે છે અને 18 ટકા લોકો તેમને નાપસંદ કરે છે. જ્યારે 6 ટકા લોકો […]

Share:

વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બર, 2023ને રવિવારના રોજ 73 વર્ષના થયા છે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા નેતાઓમાં વિશ્વ સ્તરે હાઈએસ્ટ એપ્રૂવલ રેટિંગ મેળવ્યું છે. અમેરિકા સ્થિત કન્સલ્ટન્સી ફર્મના ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ટ્રેકર’ પ્રમાણે 76 ટકા લોકો વડાપ્રધાન મોગીના નેતૃત્વને સ્વીકારે છે અને 18 ટકા લોકો તેમને નાપસંદ કરે છે. જ્યારે 6 ટકા લોકો આ મામલે કોઈ મંતવ્ય નથી આપવા ઈચ્છતા. 

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર મહત્ત્વકાંક્ષી યોજના શરૂ

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સરકાર મહત્વાકાંક્ષી વિશ્વકર્મા યોજના શરૂ કરી રહી છે જે પરંપરાગત કૌશલ્યના માધ્યમથી રોજીરોટી કમાનારા લોકોની મદદ કરવા માટેની યોજના છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અન્ય પછાત સમુદાયોના સદસ્યો સુધી પહોંચવા માટેની યોજનાનો આ પ્રમુખ હિસ્સો છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ‘આયુષ્માન ભવ’ નામનું એક નવું સ્વાસ્થ્ય અભિયાન શરૂ કરવામાં આવશે. 

છેલ્લા 5 વર્ષો દરમિયાન વડાપ્રધાન મોદીએ કેવી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો તે અહીં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. ભારતને આઝાદી મળી તેના 3 વર્ષ બાદ અને ભારત ગણતંત્ર બન્યું તેના અમુક મહિના પહેલા 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી દામોદરદાસ મોદી અને હીરાબા મોદીના 6 સંતાનોમાં ત્રીજા નંબરનું બાળક હતા. 

2022માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

પોતાના 72મા જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ ભારતમાં બિગ કેટને ફરી સ્થાપિત કરવાની યોજનાના હિસ્સારૂપે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બનાવાયેલા વિશેષ વાડાઓમાં છૂટા મુક્યા હતા. તે સમયે વડાપ્રધાન મોદી ફેડોરા ટોપી પહેરી પ્રોફેશનલ કેમેરા વડે ચિત્તાના ફોટો લેતા પણ જોવા મળ્યા હતા. 

2021માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

વડાપ્રધાન મોદીના 71મા જન્મદિવસ પર ભારતે એક વિશેષ અભિયાન અંતર્ગત 2.26 કરોડ કોવિડ વેક્સિનેશનનું લક્ષ્ય પાર પાડ્યું હતું. 

2020માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદીના 70મા જન્મદિવસને ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવા અનેક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. ભાજપના કાર્યકરોએ જરૂરિયાત ધરાવતા લોકોને રાશનનું વિતરણ કરવાની સાથે જ રક્તદાશ શિબિરોનું પણ આયોજન કર્યું હતું. 

2019માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

વડાપ્રધાન મોદીએ પોતાના 69મા જન્મદિવસ પર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે મા નર્મદાનું પૂજન કર્યું હતું અને સરદાર સરોવર બંધ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી હતી. ગરૂડેશ્વર ગામ ખાતે દત્તાત્રેય મંદિર અને બાળકોના પાર્કની મુલાકાત બાદ તેમણે અમદાવાદથી આશરે 200 કિમી દૂર આવેલા કેવડિયા શહેરમાં એક સાર્વજનિક બેઠકને સંબોધિત કરી હતી. 

2018માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

વડાપ્રધાન મોદીએ પોતાના 68મા જન્મદિવસ પર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી 2 દિવસ સુધી મંદિરોના શહેરમાં રહ્યા હતા અને ત્યાં તેમણે 500 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની આધારશિલા રાખી હતી.