OnePlus: અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન રિલાયન્સ આપશે સૌથી ઓછી કિંમતમાં

OnePlus: જો તમે ફોલ્ડેબલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક ખુશખબર છે. વનપ્લસ (OnePlus) સાથે મળીને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) એ બહુપ્રતિક્ષિત વનપ્લસ ઓપન ફોલ્ડેબલ ફોનની એકમાત્ર રિટેઈલર હશે.  OnePlusના નવા ફોનનું એડવાન્સ બુકિંગ જો તમે પણ વનપ્લસ ઓપન ફોલ્ડેબલ ફોન ખરીદવા ઈચ્છતા હોવ તો આ માટે તમારી નજીકના […]

Share:

OnePlus: જો તમે ફોલ્ડેબલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક ખુશખબર છે. વનપ્લસ (OnePlus) સાથે મળીને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) એ બહુપ્રતિક્ષિત વનપ્લસ ઓપન ફોલ્ડેબલ ફોનની એકમાત્ર રિટેઈલર હશે. 

OnePlusના નવા ફોનનું એડવાન્સ બુકિંગ

જો તમે પણ વનપ્લસ ઓપન ફોલ્ડેબલ ફોન ખરીદવા ઈચ્છતા હોવ તો આ માટે તમારી નજીકના કોઈ પણ રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) સ્ટોર ખાતે એડવાન્સ બુકિંગ નોંધાવી શકો છો. વનપ્લસના આ સૌથી મોંઘા ફોનની કિંમત 1,39,999 રૂપિયા છે. 

આગામી 27મી ઓક્ટોબર, 2023થી વનપ્લસ (OnePlus)ના આ નવા ફોનનું સત્તાવાર વેચાણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે તમે 8,000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ, ICICI બેંકના કાર્ડ અને વન કાર્ડ પર 5,000 રૂપિયાના ક્વિક ડિસ્કાઉન્ટ અને ફ્રી વનપ્લસ બડ્સ પ્રો 2, એક્સિડેન્ટલ પ્રોટેક્શન પ્લાન સહિતની ઓફરનો પણ લાભ મેળવી શકો છો. 

રિલાયન્સ ડિજિટલ (Reliance Digital)ના સીઈઓ બ્રાયન બેડે વનપ્લસ કંપનીના નવા ઓપન ફોલ્ડેબલ ફોનના ખાસ લોન્ચિંગમાં સહભાગી બનવા બદલ રોમાંચની લાગણી વ્યક્ત કરી હતી. 

વધુ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં AI સુપર કમ્પ્યુટર્સ બનાવવા માટે NVIDIA સાથે ભાગીદારીની જાહેરાત કરી

OnePlus ફોલ્ડેબલ ફોનના ફીચર્સ

આ સ્માર્ટફોનમાં ફોટો વીડિયોગ્રાફી માટે ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે અને ઝૂમ કેપેબિલિટી સાથે પેરિસ્કોપ લેન્સ પણ મળી રહ્યો છે. ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં પંચ હોલ કેમેરા આપવામાં આવ્યો છે. વનપ્લસ ઓપન ફોનમાં તમને 6.3 ઈંચની 2K એમોલેડ કવર ડિસ્પ્લે મળશે જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 2800 નિટ્સ પીક બ્રાઈટનેસ સપોર્ટ સાથે આવે છે. 

પ્રાઈવસી ફીચર્સ મામલે આ સ્માર્ટફોનને અનલોક કરવા માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને તેમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ છે.  

લેટેસ્ટ ફોન વનપ્લસ OxygenOS Fold ઈન્ટરફેસ સાથે Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. વનપ્લસ ઓપન ફોનમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલ, 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ અને 64 મેગાપિક્સલ ટેલીફોટો કેમેરા આપવામાં આવેલો છે. 

વધુ વાંચો:QIAએ મુકેશ અંબાણીના રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં $1 બિલિયનનું રોકાણ કર્યું

16GB રેમ અને 512GB સ્ટોરેજવાળા આ ફોનમાં તમને 4,805mAhની બેટરી મળશે જે 67Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. મતલબ કે આ સ્માર્ટ ફોન તમે મિનિટોમાં જ ચાર્જ કરી શકશો. 

કિંમતની વાત કરીએ તો તમારે 16GB RAM+512GB સ્ટોરેજ વેરિએન્ટ માટે 1,39,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ફોનનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે અને કિંમતના હિસાબે આ ફોન તમને પ્રીમિયમ લુક અને ફીચર્સ એક્સપિરિયન્સ આપશે. 27મી ઓક્ટોબરથી આ ફોનનું વેચાણ શરૂ થશે અને તે સેમસંગ અને ઓપ્પોના તાજેતરમાં લોન્ચ થયેલા ફ્લિપ ફોનને ટક્કર આપશે.