ઓનલાઈન ગેમિંગ, કેસીનો અને હોર્સ રેસિંગમાં જીએસટી વધીને 28 ટકા થયો

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારામનની અધ્યક્ષતા હેઠળ મળેલી જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસીનો પરના જીએસટીને 18 ટકાથી વધારીને 28 ટકા કરાઇ છે. જ્યારે સિનેમાઘરોમાં વેચાતા પીણાં અને પોપકોર્ન પરનો ટેક્સ ઘટાડતા હવે તે પ્રમાણમાં સસ્તા મળશે.  આ ઉપરાંત તેમણે બેઠકમાં કેન્સર જેવી દુર્લભ બિમારીમાં વપરાતી દવાઓને ટેક્સમાંથી મુક્તિ આપી  છે. આ […]

Share:

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારામનની અધ્યક્ષતા હેઠળ મળેલી જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસીનો પરના જીએસટીને 18 ટકાથી વધારીને 28 ટકા કરાઇ છે. જ્યારે સિનેમાઘરોમાં વેચાતા પીણાં અને પોપકોર્ન પરનો ટેક્સ ઘટાડતા હવે તે પ્રમાણમાં સસ્તા મળશે. 

આ ઉપરાંત તેમણે બેઠકમાં કેન્સર જેવી દુર્લભ બિમારીમાં વપરાતી દવાઓને ટેક્સમાંથી મુક્તિ આપી  છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા સેટેલાઈટ લોન્ચિંગ સર્વિસ, ફિશ સોલ્યુબલ પેસ્ટ, ઝરીના દોરા સહિતની વસ્તુઓ પરના જીએસટીમાં ઘટાડો કર્યો છે. 

આ બેઠકમાં નાણાંપ્રધાન ઉપરાંત તમામ રાજ્યનાં અને કેન્દ્રશાસિત પ્રદેશોના જીએસટી કાઉન્સિલનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન જીએસટી ઉપરાંતનો ટેક્સ નાખવા માટે  એસયુવીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સિનેમા જોવા જનારા માટે આનંદદાયક ફેરફાર કરવામાં આવ્યા હતા અને સિનેમાહૉલમાં ફૂડ અને બેવરેજિસ પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને  5 ટકા કરવામાં આવ્યો છે. જો કે, ગેમિંગ ઇન્ડસ્ટ્રીની ફરિયાદ છતાં નાણાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગને વિકસાવવા માંગે છે પરંતુ તેઓ અન્ય આવશ્યક વસ્તુઓથી વધીને કેસીનો અને ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન ના આપી શકે.  ઓનલાઈન ગેમિંગમાં કુશળતાની જરૂર છે કે નહીં અને માત્ર નસીબ આધારિત છે તેને ધ્યાનમાં લીધા વગર તમામ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ લાદવામાં આવશે. ભારત એકમાત્ર દેશ છે જ્યાં ઓનલાઈન ગેમિંગની ફૂલ ફેસ વેલ્યૂ પર જીએસટી નાખવામાં આવે છે.  છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન ગેમિંગ અને કેસીનોમાં ટેક્સ દરખાસ્ત અંગે ચર્ચા  ચાલતી હતી અને અંતે 50મી જીએસટી બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય નાણાં  પ્રધાનોની પેનલ  દ્વારા નિર્ણય જાહેર કરાયો હતો. ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ શેની પર નાખવો તે પણ એક પ્રશ્ન હતો. જેમાં, ટેક્સ ફ્લેટ ફૉર્મ ફીમાં, કુલ આવક કે ગેમિંગના ફેસ વેલ્યૂ પર લાદવી અને અંતે સિતારમણે જણાવ્યું કે, ઓનલાઈન ગેમિંગના સમગ્ર ટર્નઓવર પર ટેક્સ નાખવામાં આવશે. આવકની દ્રષ્ટિએ ગોવા અને સિક્કિમ રાજ્યોમાં આવકમાં નોંધપાત્ર વધારો જોવાશે. ટેક્સમાં ફેરફાર અંગે  ખાસકરીને વ્યાખ્યા અને પગલાં લેવા યોગ્ય કારપાત્રતાના સંદર્ભમાં  જીએસટીના કાયદામાં ઘણા સુધારાની જરૂર પડશે. 

એસયુવીની વ્યાખ્યામાં પણ ફેરફાર કરાયો છે જેમાં, હવે  એસયુવીની વ્યાખ્યા માત્ર તેની લંબાઈ ચાર મીટર કે તેથી વધુ, એન્જિન ક્ષમતા (1500 સીસી) અને ગ્રાઉન્ડ ક્લીયરન્સનો સમાવેશ થશે. જોકે આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ એપ્સ અને સાઈટ પર એક્ટિવ યુઝર્સની સંખ્યામાં કેવી અસર પડશે તે આગામી સમય જ બતાવશે એક તરફ ઓનલાઈન ગેમિંગમાં ટેક્સમાં વધારો કરવાથી ગ્રાહકો હતાશ થયા છે તો બીજા એવો વર્ગ છે કે જે સિનેમાઘરોમાં મળતાં પોપકોર્નમાં ભાવઘટાથી ખુશ થયા છે.