વિપક્ષી ગઠબંધન INDIAએ બનાવી 14 સદસ્યોની સમન્વય સમિતિ, બેઠકોની ફાળવણી અંગે લેશે નિર્ણય

શુક્રવારે મુંબઈ ખાતે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એક 14 સદસ્યો ધરાવતી સમન્વય સમિતિની ઘોષણા કરવામાં આવી છે. વિપક્ષી ગઠબંધન INDIAએ સમન્વય સમિતિ, ચૂંટણી અભિયાન સમિતિ સહિતના 3 કાર્ય સમૂહોની રચના કરી છે.  તેના અંતર્ગત સમન્વય સમિતિ (કોઓર્ડિનેશન)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના 14 સદસ્યોને સામેલ કરવામાં આવ્યા […]

Share:

શુક્રવારે મુંબઈ ખાતે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એક 14 સદસ્યો ધરાવતી સમન્વય સમિતિની ઘોષણા કરવામાં આવી છે. વિપક્ષી ગઠબંધન INDIAએ સમન્વય સમિતિ, ચૂંટણી અભિયાન સમિતિ સહિતના 3 કાર્ય સમૂહોની રચના કરી છે. 

તેના અંતર્ગત સમન્વય સમિતિ (કોઓર્ડિનેશન)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના 14 સદસ્યોને સામેલ કરવામાં આવ્યા છે. સમન્વય સમિતિ ઉપરાંત કેમ્પેઈન કમિટી, વર્કિંગ ગ્રુપ ઓફ સોશિયલ મીડિયા અને વર્કિંગ ગ્રુપ ઓફ રિસર્ચ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ દરમિયાન વિપક્ષી દળોએ ટૂંક સમયમાં જ જનહિત સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે જનસભાઓ આયોજિત કરવાનો પણ સંકલ્પ લીધો હતો.

14 સદસ્યો ધરાવતી સમન્વય સમિતિ

વિપક્ષી ગઠબંધન INDIAએ 14 સદસ્યો ધરાવતી સમન્વય સમિતિની જાહેરાત કરી છે જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપીના શરદ પવાર, ડીએમકેના ટીઆર બાલૂ, શિવસેના-ઉદ્ધવ જૂથના સંજય રાઉત, રાજદના તેજસ્વી યાદવ, ટીએમસીના અભિષેક બેનર્જી, આપના રાઘવ ચઢ્ઢા, સપાના જાવેદ અલી ખાન, જેડીયુના લલન સિંહ, સીપીઆઈના ડી રાજા, નેશનલ કોન્ફરન્સના અમર અબ્દુલ્લા, પીડીપીના મેહબૂબા મુફ્તી અને સીપીઆઈ(એમ)ના એક સદસ્યને સામેલ કરવામાં આવ્યા છે. 

વિપક્ષી ગઠબંધન INDIAમાં 28 પક્ષો જોડાયા

શુક્રવારે મુંબઈ ખાતે વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક યોજાઈ હતી જેમાં 2 નવા પક્ષ, મહારાષ્ટ્રની પીજેન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા અને અન્ય એક ક્ષેત્રીય પાર્ટીના નેતા તેમાં સામેલ થયા હતા. આમ વિપક્ષી ગઠબંધન INDIAમાં 28 પક્ષ સામેલ થયા છે. 

‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’

વિપક્ષી ગઠબંધન INDIAમાં સામેલ પક્ષો વિભિન્ન ભાષાઓમાં ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ વિષય પર પોતાની સંચાર રણનીતિઓ અને પ્રચાર અભિયાનોનો સમન્વય કરશે. સાથે જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી તેઓ સાથે મળીને લડશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જ્યારે વિપક્ષી ગઠબંધન INDIAની સમન્વય સમિતિ 30મી સપ્ટેમ્બર સુધીમાં બેઠકોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપશે. 

લોગો અનિર્ણિત

હાલ વિપક્ષી ગઠબંધન INDIA પોતાનો લોગો ફાઈનલ કરવામાં અસમર્થ રહ્યું છે. ગઠબંધનના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમુક સૂચનો માગવામાં આવ્યા હતા અને તેના આધાર પર જ લોગો અંગેનો નિર્ણય લેવામાં આવશે. શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાને 14 સદસ્યોની સમિતિમાં સ્થાન મળ્યું તેને લઈ સંયોજકની પસંદગી અંગે સવાલ થઈ રહ્યા છે. 

તેઓ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે. માટે તેઓ નીતિશ કુમાર કે પછી મલ્લિકાર્જુન ખડગે જેવા અન્ય કોઈ નેતાની લીડરશિપમાં કામ કરશે કે નહીં તે પણ એક સવાલ છે. આ કારણે જ હવે કોઈ સંયોજક ન બનાવવામાં આવે તેવી શક્યતા છે.