લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો પરાજય

NDA સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભાને સંબોધિત કરી હતી.વિપક્ષે 26 જુલાઈના રોજ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો, જેને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો.  કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે આ ઠરાવ પર ચર્ચા શરૂ કરી હતી જે બાદમાં વિપક્ષ અને કેન્દ્ર વચ્ચે ઉગ્ર દલીલમાં ફેરવાઈ હતી. […]

Share:

NDA સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભાને સંબોધિત કરી હતી.વિપક્ષે 26 જુલાઈના રોજ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો, જેને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. 

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે આ ઠરાવ પર ચર્ચા શરૂ કરી હતી જે બાદમાં વિપક્ષ અને કેન્દ્ર વચ્ચે ઉગ્ર દલીલમાં ફેરવાઈ હતી. 20 જુલાઈના રોજ ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી, મણિપુરમાં હિંસા સહિત અનેક મુદ્દાઓને લઈને સંસદ ઠપ્પ થઈ ગઈ છે.

ભગવાનનો આભાર કે તેમણે વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું સૂચન કર્યું- PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું અહીં એ લોકોનો આભાર માનવા આવ્યો છું કે જેમણે અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું સૂચન કર્યું.” 

તેમણે કહ્યું, “મેં 2018માં કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અમારો નથી, પરંતુ વિપક્ષનો છે. જ્યારે એક વર્ષ પછી ચૂંટણી યોજાઈ ત્યારે વિપક્ષ તેમની પાસેના મતો એકત્ર કરી શક્યા ન હતા. લોકોએ પણ વિપક્ષ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.”

વડાપ્રધાને કહ્યું, “ગંભીર ચર્ચાની જરૂર હતી. પરંતુ તમારા માટે રાજનીતિ પ્રાથમિકતા હતી. ઘણા બિલ ગરીબ, પછાત, દલિતો સાથે સંબંધિત હતા. પરંતુ વિપક્ષને તેમાં રસ નહોતો. વિપક્ષે લોકો સાથે દગો કર્યો.” 

તેમણે જણાવ્યું, “WHOએ કહ્યું કે સ્વચ્છ ભારત મિશનએ ત્રણ લાખ લોકોના જીવ બચાવ્યા. UNICEF એ જણાવ્યું હતું કે આ મિશનને કારણે ગરીબો દર વર્ષે ₹ 50,000ની બચત કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ તેને માનતા નથી. વિશ્વ જે જુએ છે, આ લોકો તેને સ્વીકારવાનો ઈનકાર કરે છે.”

પીએમ મોદીએ કહ્યું, “વિપક્ષ LIC વિશે ખોટું બોલે છે. આજે, LIC વધુ મજબૂત બની રહી છે. શેરોમાં રસ ધરાવતા લોકો જાણે છે કે તેઓએ સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરવું જોઈએ.” 

કોંગ્રેસના શાસનમાં, ભારતીય અર્થવ્યવસ્થા દસમા કે 11મા સ્થાને હતી. 2014 પછી, તે ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. 

પીએમે કહ્યું, “કોવિડ દરમિયાન, ભારતીય વૈજ્ઞાનિકોએ મેડ ઈન ઈન્ડિયા વેક્સીન વિકસાવી. પરંતુ કોંગ્રેસે તેના પર વિશ્વાસ ન કર્યો. તેમને વિદેશી રસીમાં વિશ્વાસ હતો. તેઓ ભારત અને તેના લોકો પર વિશ્વાસ કરતા નથી.”

તેમણે કહ્યું, “હું કોંગ્રેસની સમસ્યા સમજું છું. તેમણે ઘણી વખત પ્રોડક્ટ લોન્ચ કરી છે જે નિષ્ફળ ગઈ છે. તેઓ ‘મોહબ્બત કી દુકાન’ને પ્રમોટ કરે છે, પરંતુ તે ‘લુટ કી દુકાન’ છે.” 

તેમણે કહ્યું, “હું વચન આપું છું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામશે.” 

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મણિપુરની સ્થિતિ પર ખુલાસો કર્યો. જેનો હેતુ ભારતના લોકો સુધી સંદેશો પહોંચાડવાનો હતો

અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીનું નિવેદન

પીએમ મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના તેમના જવાબ દરમિયાન જણાવ્યું, “ગઈ કાલે કોઈએ ‘દિલ સે બાત’ કરવાની વાત કરી. તેમનો ‘મોદીપ્રેમ’ એવો છે કે તેઓ સપનામાં પણ મોદીને જુએ છે. હું કોંગ્રેસની સમસ્યા સમજી શકું છું, તેઓ વારંવાર નિષ્ફળ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યાં છે.”

નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જેને ગુરુવારે વોઈસ વોટથી હરાવવામાં આવી હતી, તે નીચલા ગૃહમાં સ્વીકારવામાં આવેલી 28મી દરખાસ્ત હતી.

વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યા બાદ ગુરુવારે લોકસભામાં વોઈસ વોટ દ્વારા મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવનો પરાજય થયો હતો.