જાહેર રસ્તા પર નમાઝ અદા કરતાં 1700 લોકો સામે કાનપુરમાં FIR 

કાનપુરમાં બહાર રોડ પર ઈદની નમાઝ અદા કરનાર 1700થી પણ વધારે લોકો સામે ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.  આ લોકો સામે FIR નોંધીને પોલીસે  જણાવ્યું હતું કે, પ્રતિબંધ હોવા છતાં 22 એપ્રિલે કાનપુર શહેરના બેનઝાબારમાં જાજમાઉ, ઈદગાહ, બાબુપૂરવા અને મોટી ઈદગાહ બહાર રોડ પર ઈદની નમાઝ અદા કરાઇ હતી.  બેગમપૂરવા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ બ્રિજેશ […]

Share:

કાનપુરમાં બહાર રોડ પર ઈદની નમાઝ અદા કરનાર 1700થી પણ વધારે લોકો સામે ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ લોકો સામે FIR નોંધીને પોલીસે  જણાવ્યું હતું કે, પ્રતિબંધ હોવા છતાં 22 એપ્રિલે કાનપુર શહેરના બેનઝાબારમાં જાજમાઉ, ઈદગાહ, બાબુપૂરવા અને મોટી ઈદગાહ બહાર રોડ પર ઈદની નમાઝ અદા કરાઇ હતી. 

બેગમપૂરવા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ઇદના તહેવાર પહેલા જ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સમિતિનાં સભ્યો એ ધ્યાન રાખશે કે, કોઈ બહાર રસ્તા પર નમાઝ અદા ના કરે અને ઈદગાહ અને મસ્જિદની અંદર જ નમાઝ અદા કરે. આથી, જાજમાઉ પોલીસ સ્ટેશનમાં 200 વ્યક્તિ, બેગમપૂરવા પોલીસ સ્ટેશનમાં 40 થી લઈને  50 વ્યક્તિ અને બાજરીયા પોલીસ સ્ટેશનમાં 1500 વ્યક્તિઓ વિરુધ્ધ  FIR નોંધવામાં આવી છે.

વધુમાં જણાવ્યું કે, 22 એપ્રિલે સવારે આઠ વાગે અચાનક જ સવારે 8 વાગે ટોળું એકત્ર થવા લાગ્યું હતું અને ઈદગાહની સામે જ પાથરણા પાથરવા માંડ્યા હતા અને નમાઝ  અદા કરવાની શરૂઆત કરી હતી. પોલીસ તેમણે રોકવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો. 

તેજ પ્રમાણે બેનઝાબરમાં પણ મરકાઝી ઈદગાહ પાસે રોડ પર નમાઝ અદા કરવાની મનાઈ છતાં  લોકો રોડ પર બેસી ગયા હતા જેથી, આ વિસ્તારનો ટ્રાફિક અટવાઈ ગયો હતો. પોલીસનાં રોકવા છતાં તેઓ માન્યા નહતા આથી,  બાજરીયા પોલીસ સ્ટેશનમાં પણ ઈદગાહ કમિટીના સભ્યો સહિત 1500 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

પોલીસ જણાવ્યું કે, સરકારી કામમાં રૂકાવટ માટે સેકશન 186 હેઠળ, સેક્શન 144 હેઠળ ટોળું એકત્ર કરવા સામે સેકશન 283 હેઠળ એક જગ્યાએ એકત્ર થઈને રસ્તો રોકવા માટે અને 341 કલમ હેઠળ ખોટી રીતે અવરોધ ઊભો કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યા છે. અમે કાયદાનું ઉલ્લંઘન કરનારાને ઓળખવા માટે સીસીટીવીની મદદ લઈ રહ્યા છે અને જેવા આ લોકોને ઓળખી લેવામાં આવશે તેઓની સામે આગળ પગલાં લેવામાં આવશે. 

પોલીસ જણાવ્યું કે, આ નમાઝ  અદા કરનારાઓની કેટલાકે વિડીયો પણ ઉતારી છે અને ત્યારબાદ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ ઓળખ થયા બાદ કાર્યવાહી કરાશે. 

જોકે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ પોલીસની આ કાર્યાવહીથી નારાજ છે અને પોલીસ દ્વારા ચોક્કસ સમુદાયની સતામણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ઈદની નમાઝ માટે મોડા આવ્યા અને ઈદગાહ પરિસરમાં જગ્યા નહિ હોવાથી રસ્તા અપર નમાઝ અદા કરી હતી.