સિસ્ટમમાં રૂ. 2000ની લગભગ બે તૃત્યાંશ નોટો પાછી આવી 

RBIના ગવર્નર શક્તિકાંત દાસે રવિવારે જણાવ્યું હતું કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના આદેશના એક મહિનાની અંદર, ચલણમાં રહેલી રૂ. 2000 ની કુલ નોટોમાંથી બે તૃતીયાંશથી વધુ રકમ પાછી આવી ગઈ છે. 19 મેના રોજ ભારતીય રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે આશરે રૂ. 3.62 લાખ કરોડની કિંમતની નોટો ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે.  ગવર્નર […]

Share:

RBIના ગવર્નર શક્તિકાંત દાસે રવિવારે જણાવ્યું હતું કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના આદેશના એક મહિનાની અંદર, ચલણમાં રહેલી રૂ. 2000 ની કુલ નોટોમાંથી બે તૃતીયાંશથી વધુ રકમ પાછી આવી ગઈ છે. 19 મેના રોજ ભારતીય રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે આશરે રૂ. 3.62 લાખ કરોડની કિંમતની નોટો ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે. 

ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “પાછી ખેંચેલી 2000ની નોટોમાંથી 3.62 લાખ કરોડના મૂલ્યના બે તૃતીયાંશ અથવા રૂ. 2.41 લાખ કરોડ પાછા આવી ગયા છે. RBI ગવર્નરે એમ પણ ઉમેર્યું હતું કે એકંદરે ભંડોળના આશરે 85 ટકા ડિપોઝિટ હેઠળ  સિસ્ટમમાં પાછા ફર્યા છે.

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે કેન્દ્રીય બેંકે ચલણી નોટ બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર નિર્ધારિત કર્યો હોવાથી 2,000 રૂપિયાની નોટ બદલવા માટે લોકોને નજીકની બેંકોમાં દોડવાની જરૂર નથી.

8, જૂને નાણાકીય વર્ષની બીજી નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 1.8 લાખ કરોડની રૂ. 2000ના મૂલ્યની નોટ સિસ્ટમમાં પરત આવી. તેમણે જણાવ્યું કે આ નોટ પાછી ખેંચાવાથી અર્થતંત્ર પર કોઈ નકારાત્મક અસર પડી નથી. આ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારે કુલ ઘરેલુ ઉત્પાદન 6.5 ટકા અને ક્વાટર 1 પ્રિન્ટિંગે 8.1 ટકા અને પછીના ત્રિમાસિક ગાળામાં ઘટાડાની ધારણા કરી હતી. 

જો કે, રૂ. 2000ની નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ જ રહેશે તેમ RBIએ જાહેરાત કરી હતી. શક્તિકાન્ત દાસે જણાવ્યું કે, તેઓ કેન્દ્રને 30 સપ્ટેમ્બરની અંતિમ તારીખ પછી આ નોટોના કાનૂની ટેન્ડર સ્ટેટસને રદ કરવા અંગે અનિશ્ચિત હતા. 

RBIની ટંકશાળે 2018-2019માં 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.  નવેમ્બર 2016 માં રૂ. 2,000ની નોટો ચલણમાં મૂકવામાં આવી હતી. કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કર્યા પછી તરત જ રૂ. 500 અને 1000 ની નોટને કાનૂની ટેન્ડરમાં પણ બંધ કરાઈ હતી. માર્ચ 2017 સુધીમાં રૂ. 2,000ની 89 ટકા નોટ જારી કરવામાં આવી હતી. ત્યારપછીના નાણાકીય વર્ષ સુધીમાં, ચલણમાં રહેલી નોટોનું કુલ મૂલ્ય રૂ. 6.73 લાખ કરોડથી ઘટીને રૂ. 3,63 લાખ કરોડ થયું હતું.