Palanpur Bridge Collapse: 2ના મોત, GPC ઈન્ફ્રાના 7 ડિરેક્ટર્સ, એન્જિનિયર્સ સહિત 11 સામે ગુનો દાખલ

Palanpur Bridge Collapse: રવિવારના રોજ પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી (Palanpur Bridge Collapse) થઈ ગયો હતો. આ દુર્ઘનામાં કુલ 2 લોકોના મોત થયા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે GPC ઈન્ફ્રા (GPC Infra)ના 7 ડિરેક્ટર્સ, એન્જિનિયર્સ સહિત 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  Palanpur […]

Share:

Palanpur Bridge Collapse: રવિવારના રોજ પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી (Palanpur Bridge Collapse) થઈ ગયો હતો. આ દુર્ઘનામાં કુલ 2 લોકોના મોત થયા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે GPC ઈન્ફ્રા (GPC Infra)ના 7 ડિરેક્ટર્સ, એન્જિનિયર્સ સહિત 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Palanpur Bridge Collapse કેસમાં સદોષ માનવવધની કલમ

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને તેમાં સદોષ માનવવધની કલમ પણ ઉમેરવામાં આવી છે. GPC ઈન્ફ્રાના 7 ડિરેક્ટર્સ અને એન્જિનિયર્સ સામે કલમ 304 અને 114 અંતર્ગત ફરિયાદ નોંધાવાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં અન્ય આરોપીઓના નામ ઉમેરાય તેવી પણ શક્યતા છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે જાણકારી રજૂ કરી હતી. પ્રાથમિક તબક્કામાં ગાંધીનગર આરએનબી વિભાગની ટેક્નિકલ ટીમ દ્વારા સર્વે કરવામાં અવ્યો છે. તેમાં ક્વોલિટી કંટ્રોલ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેના આધારે રિપોર્ટ કરવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે અન્ય આરોપીઓના નામ ઉમેરાય તેવી પણ શક્યતા છે. 

વધુ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં SITએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો

પુરાવા બાદ ધરપકડ કરાશે

ફરિયાદમાં બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલ ના રાખી ગુનાહિત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને પુરાવા મળ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં પણ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

નિર્માણાધીન પુલનો 50 ફૂટ લાંબો સ્લેબ ધરાશાયી

બનાસકાંઠાના પાલનપુરમાં રવિવારના રોજ નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો જેમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુર્ઘટના સમયે રિક્ષા અને ટ્રેક્ટર પુલ નીચે દટાયા હતા અને તેમનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલવે ફાટક પાસે નિર્માણાધીન પુલનો આશરે 50 ફૂટ લાંબો સ્લેબ ધડાકા સાથે ભાંગી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 

વધુ વાંચો: મિઝોરમમાં અંડર કંસ્ટ્રક્શન બ્રિજ ધરાશાયી થતાં 17 મજૂરોના મોત

GPC Infra પહેલેથી વિવાદિત

બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ બનાવનાર GPC ઈન્ફ્રા કંપની અગાઉ પણ વિવાદમાં રહેલી છે. GPC ઈન્ફ્રા સામે અગાઉ ડુપ્લીકેટ બિલ રજૂ કરવા બદલ વસ્ત્રાપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. છતા તે કંપનીને ફરીથી બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ મનપા અને AUDA દ્વારા GPC ઈન્ફ્રાને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.