Palanpur bridge incident: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GPC ઈન્ફ્રાને બ્લેક લિસ્ટ કરવા આદેશ આપ્યો

Palanpur bridge incident: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો સ્લેબ ભાંગી પડતા 2 લોકોના મોત થયા હતા. આ ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પણ પડી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર બ્રિજ કાંડ (Palanpur bridge incident) મામલે તમામ પ્રાથમિક વિગતોની ગંભીરતાથી નોંધ લીધી છે અને GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GPC Infra)ને બ્લેક લિસ્ટ કરવા માટે સૂચના […]

Share:

Palanpur bridge incident: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો સ્લેબ ભાંગી પડતા 2 લોકોના મોત થયા હતા. આ ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પણ પડી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર બ્રિજ કાંડ (Palanpur bridge incident) મામલે તમામ પ્રાથમિક વિગતોની ગંભીરતાથી નોંધ લીધી છે અને GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GPC Infra)ને બ્લેક લિસ્ટ કરવા માટે સૂચના આપી છે. GPC ઈન્ફ્રાને આ રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 

Palanpur bridge incident મામલે 3 સભ્યોની કમિટી

રવિવારના રોજ પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘનામાં કુલ 2 લોકોના મોત થયા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે દુર્ઘટના બાદ તપાસ માટે મુખ્યમંત્રીના આદેશથી તાત્કાલિક 3 સદસ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી. 

આ કમિટી તે દિવસે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તે સિવાય ક્વોલિટી કંટ્રોલના ચીફ ઈજનેર, આર એન્ડ બી વિભાગના અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ પરથી કોંક્રીટ અને સ્ટીલ, ડીઝાઈન, નકશા વગેરેના સેમ્પલ એકત્ર કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણોના પરિણામો બાદ સમિતિ વિગતવાર નિષ્કર્ષ પર પહોંચી શકશે.

વધુ વાંચો: Palanpur Bridge Collapse: 2ના મોત, GPC ઈન્ફ્રાના 7 ડિરેક્ટર્સ, એન્જિનિયર્સ સહિત 11 સામે ગુનો દાખલ

મુખ્યમંત્રીનો આદેશ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલવે ઓવરબ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો હતો તે GPC ઈન્ફ્રા (GPC Infra)ને બ્લેક લિસ્ટ કરવાની સૂચના આપી છે. ઉપરાંત આ સમગ્ર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ મેકવે મેનેજમેન્ટ લિમિટેડને ડિબારિંગ કરવાનો પણ આદેશ આપ્યો છે. 

સાથે જ મદદનીશ ઈજનેર અને નાયબ અધિક્ષક ઈજનેરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પણ સૂચના આપી છે. પાલનપુર બ્રિજ કાંડ (Palanpur bridge incident)ના પ્રાથમિક અહેવાલમાં સામે આવેલી વિગતો પરથી જાણવા મળ્યું છે કે, જો બાંધકામ નીચેના વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થા વગેરેની કાળજી રાખવામાં આવી હોત તો 2 લોકોના જીવ બચી શકેત. 

વધુ વાંચો: ISKCON flyover accident: તથ્ય પટેલના પિતાની જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો

11 સામે ગુનો દાખલ

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને તેમાં સદોષ માનવવધની કલમ પણ ઉમેરવામાં આવી છે. GPC ઈન્ફ્રાના 7 ડિરેક્ટર્સ અને એન્જિનિયર્સ સામે કલમ 304 અને 114 અંતર્ગત ફરિયાદ નોંધાવાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં અન્ય આરોપીઓના નામ ઉમેરાય તેવી પણ શક્યતા છે.

રવિવારે  દુર્ઘટના સમયે રિક્ષા અને ટ્રેક્ટર પુલ નીચે દટાયા હતા અને તેમનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલવે ફાટક પાસે નિર્માણાધીન પુલનો આશરે 50 ફૂટ લાંબો સ્લેબ ધડાકા સાથે ભાંગી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.