ગુજરાતમાં પોતાની જ સર્વિસ રાઇફલ વડે અર્ધલશ્કરી દળના જવાનનું  આત્મવિલોપન

ગુજરાતમાં પોતાની જ સર્વિસ રાઇફલ વડે આત્મહત્યા કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેકટર એ એસ અસારી જણાવ્યું કે, અર્ધલશ્કરી દળના જવાન સબ ઇન્સ્પેકટર કિશનભાઈ રાઠોડ કેમ્પસમાં ગાર્ડ તરીકેની ફરજ બજાવતા હતા.  તેમણે કોઈ આગામી કારણસર બપોરે તેમની જ  બેરેકમાં પોતાના જડબા પાસે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓની ઉંમર 59 વર્ષની હતી.  […]

Share:

ગુજરાતમાં પોતાની જ સર્વિસ રાઇફલ વડે આત્મહત્યા કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેકટર એ એસ અસારી જણાવ્યું કે, અર્ધલશ્કરી દળના જવાન સબ ઇન્સ્પેકટર કિશનભાઈ રાઠોડ કેમ્પસમાં ગાર્ડ તરીકેની ફરજ બજાવતા હતા.  તેમણે કોઈ આગામી કારણસર બપોરે તેમની જ  બેરેકમાં પોતાના જડબા પાસે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓની ઉંમર 59 વર્ષની હતી. 

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામ પાસેના CRPF કેમ્પસમાં બુધવારે આ ઘટના બની હતી જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સબ-ઇન્સ્પેક્ટરે તેમની સર્વિસ વેપન, AK-47 રાઇફલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી હતી, તેમ પોલીસે જણાવ્યું હતું.

રાઠોડના પરિવારને તેની આત્મહત્યા પાછળ શું કારણ હોઇ શકે તેનો હજુ સુધી કોઈ અંદાજ નથી અને તે ઉપરાંત તેમણે આ ઘટના માટે કોઈ ઉપર શંકા નહિ હોવાનું જણાવ્યું હતું. 

“સીઆરપીએફ કેમ્પસમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાઠોડ 2 સ્ટાર સબ ઇન્સ્પેકટર  હતા. જ્યારે તેઓ એ ફરજ પર હતા ત્યારે પોતાની જ ઓફિશિયલ ગન AK-47 રાઈફલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી. તેમણે તેમની સર્વિસ રાઈફલ તેના જડબાની નીચે રાખી અને ટ્રિગર ખેંચ્યું. અમને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી,” અસારીએ કહ્યું.

મહત્વનું છે કે અકળ સંજોગોમાં ગુજરાતમાં જવાન દ્વારા કરાયેલી આત્મહત્યા ચોંકાવનારી છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશના દરેક ખૂણે જવાન દ્વારા કરાતી આત્મહત્યાઓના કિસ્સા અવારનવાર સમાચારમાં ચમકતા રહે છે અને તેના આંકડા આવતા રહે છે. હવે હાલ એવા થયા છે કે જેટલા લોકો શહિદ થાય છે તેના કરતાં પણ વધુ આત્મહત્યાનું પ્રમાણ સામે આવી રહ્યું છે જે ખરેખર ચિંતાજનક છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં બે મહિના અગાઉ જ છત્તીસગઢના બસ્તરમાં પણ નક્સલ મોરચા પર ફરજ બજાવી રહેલા એક જવાને આત્મહત્યા કરી લીધી હતી.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિત્યાનાદ રાયે લોકસભામાં પણ એક સવાલના જવાબમાં આ અંગે માહિતી આપી હતી જેના અનુસાર સત્તાવાર રીતે છેલ્લા 10 વર્ષમાં અર્ધ સૈનિક દળોના 1205 જવાનોએ આત્મહત્યા કરી છે. જેમાં સૌથી વધારે આત્મહત્યા 2021માં નોંધાઇ હતી. 2022માં 156 જવાઓએ આત્મહત્યા કરી હતી.  2020 માં 143, 2019માં 129, 2018માં 96, 2017માં 125, 2016માં 96, 2015માં 108, 2014માં 1255, 2013માં 113, 2012માં 118 જવાનોએ આત્મહત્યા કરી હતી. 

આ આત્મહત્યા પાછળના મુખ્ય કારણ ઘરેલુ સમસ્યા, બીમારી અને આર્થિક સમસ્યાઓ જવા કારણો છે.