ઈંગ્લિશ પુસ્તકમાં જોઈને ‘માતા’ને અમ્મી અને ‘પિતા’ને અબ્બુ બોલાવતાં વિવાદ વકર્યો

દહેરાદૂનમાં એક ઈંગ્લિશ પુસ્તકમાં માતા અને પિતાનો ઉલ્લેખ અમ્મી અને અબ્બુ તરીકે વર્ણવતા ત્યાંનાં સ્થાનિક બાળકે તેનાં માતા અને પિતાને અમ્મી અને અબ્બુ સંબોધ્યા હતા. જેનાથી આઘાત પામીને તે બાળકના પિતા મનીષ મિત્તલે દહેરાદૂન સ્થિત જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં એક ફરિયાદ દાખલ કરી છે અને આ પુસ્તક પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે.  મનીષ […]

Share:

દહેરાદૂનમાં એક ઈંગ્લિશ પુસ્તકમાં માતા અને પિતાનો ઉલ્લેખ અમ્મી અને અબ્બુ તરીકે વર્ણવતા ત્યાંનાં સ્થાનિક બાળકે તેનાં માતા અને પિતાને અમ્મી અને અબ્બુ સંબોધ્યા હતા. જેનાથી આઘાત પામીને તે બાળકના પિતા મનીષ મિત્તલે દહેરાદૂન સ્થિત જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં એક ફરિયાદ દાખલ કરી છે અને આ પુસ્તક પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે. 

મનીષ મિત્તલે  તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, અચાનક એક દિવસ તેમના દીકરાએ તેમને અબ્બુ અને તેમની પત્નીને અમ્મી  કહી બોલાવ્યા હતા. મને તેનાથી આશ્ચર્ય સાથે ઘણો આઘાત લાગ્યો હતો. મે  તેને આમ બોલાવવાનું કારણ પૂછતાં તેને અમારી સામે ધોરણ 2 ની ઈંગ્લિશ ટેક્સ્ટ બુક ગુલમહોર 2 ધરી હતી જે હૈદરાબાદની ઓરિએન્ટ બ્લેક સ્વયં દ્વારા પ્રકાશિત કારાઈ છે. તેનાં પ્રથમ ચેપ્ટરમાં માતા અને પિતા માટે અનુક્રમે અબ્બુ અને અમ્મી શબ્દનો ઉપયોગ કરાયો છે. તેને સમજાવતા તે પુસ્તકમાં મધર એટલે અમ્મી અને ફાધર એટલે અબ્બુ એમ સમજાવાયું છે. 

તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું કે, હકીકતમાં તો હિન્દી પુસ્તકમાં માતા અને પિતા શબ્દ વપરાવો જોઈએ અને ઉર્દૂ પુસ્તકમાં અમ્મી અને અબ્બુ શબ્દ વપરાવો જોઈએ. 

તેમણે જણાવ્યું કે, અંગ્રેજીના આ પુસ્તકમાં મધરને માતા અને ફાધરને પિતા દર્શાવવાના બદલે અમ્મી અને અબ્બુ તરીકે દર્શાવાયા છે જે યોગ્ય નથી. આ પુસ્તક માત્ર દહેરાદૂન જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આઈએસસીઆઈ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. 

જયારે ઇંગ્લિશ સ્કૂલના અભ્યાસક્રમમાં છે ત્યારે આ રીત થી વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. આ અત્યંત ગંભીર બાબત છે અને તે ધાર્મિક માન્યતા અને વિશ્વાસ પર પ્રહાર સમાન છે તેમ તેમણે તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે. 

આ મામલે તાપસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની એક તાકીદ જીલ્લા મેજીસ્ટ્રેટે કરી છે. ઉત્તરાખંડ સ્કૂલ એજ્યુકેશનના ડિરેક્ટર જનરલ બંસીધર તિવારી આ અંગે તપામ સ્કૂલના અભિપ્રાય લઈ પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું. 

આ અંગે દહેરાદૂન ચીફ એજ્યુકેશન ઓફિસરે જણાવ્યું કે  વાલીઓ દ્વારા આ ફરિયાદ મેજીસ્ટ્રેટને કરાઇ હતી જે તેમણે મને મોકલી છે. આ અંગે કરાયેલી તેમની કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે,  મેં  આ અંગે આઈએસસીઆઈ ( ICSE)  સંલગ્ન શાળાના આચાર્યો અને શિક્ષણવિદોનો અભિપ્રાય માંગ્યો છે. જરૂર પડતા  બાબતે આઈએસસીઆઈનો પણ સંપર્ક કરાશે.  આ પુસ્તકને  અભ્યાસક્રમમાંથી દૂર કરવાની એક ફરિયાદ હિન્દુ વાહિની તરફથી પણ મળી છે.