વિકાસની ગતિ જળવાઈ રહે તે માટે `ટેલેન્ટ પાઇપલાઇન’ યુએસ અને ભારત માટે આવશ્યક

અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની ગતિ જળવાઈ રહે તે માટે `ટેલેન્ટ પાઈપલાઈન’ની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને અમેરિકા બંને દેશોમાં શિક્ષણ અને કાર્યબળને લઈને સહિયારી  પ્રાથમિકતા દર્શાવવા અંગેના એક કાર્યક્રમમાં જણાવ્યું કે, બંને દેશો માટે ટેલેન્ટ પાઇપલાઈન આવશ્યક છે.  નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સંસ્થામાં તેમની આ મુલાકાત ફર્સ્ટ લેડી જિલ […]

Share:

અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની ગતિ જળવાઈ રહે તે માટે `ટેલેન્ટ પાઈપલાઈન’ની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને અમેરિકા બંને દેશોમાં શિક્ષણ અને કાર્યબળને લઈને સહિયારી  પ્રાથમિકતા દર્શાવવા અંગેના એક કાર્યક્રમમાં જણાવ્યું કે, બંને દેશો માટે ટેલેન્ટ પાઇપલાઈન આવશ્યક છે. 

નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સંસ્થામાં તેમની આ મુલાકાત ફર્સ્ટ લેડી જિલ બાયડન દ્વારા હોસ્ટ કરાઈ હતી.

PM મોદીએ આ કાર્યક્રમમાં ભારત દ્વારા શિક્ષણ, સંશોધન તેમજ ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે લેવાયેલા પગલાની જાણકારી આપી હતી અને તેમણે જણાવ્યું કે, મને અહીંના યુવાન અને સર્જનાત્મક ખૂબી ધરાવતા લોકો સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો તેનો હું આનંદ અનુભવું છું. ભારત એનએસએફ સાથે મળી અનેક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યું છે. તેમણે આ પ્રસંગે આ કાર્યકમ યોજવા માટે ફર્સ્ટ લેડી જિલ બાઈડનનો આભાર વ્યક્ત કર્યો હતો. 

આ સમયે તેમણે જણાવ્યું કે, કૌશલ્યના વિકાસ માટે તેમજ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ, કૌશલ્ય તેમજ નવીનતા જરૂરી છે અને ભારત આ માટે કામગીરી કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણ અને કૌશલ્યનું સંયોજન કરાયું છે અને  ભારતમાં કૌશલ્ય મિશન હેઠળ 50 મિલિયનથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. આ સાથે જ 15 મિલિયન યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન જેવી ઉભરતી ટેક્નોલોજી શીખવવામાં આવી રહી છે. સતત નવા કૌશલ્ય ધરાવતા લોકો આવતા રહે તે ભારત અને અમેરિકા બંનેની વૃદ્ધિ માટે અતિઆવશ્યક છે. તેમણે આ પ્રસંગે આ દસકાને Tech Decade કહ્યો હતો.

અમેરિકામાં વડાપ્રધાનનું સ્વાગત કરતા જિલ બાયડને જણાવ્યું કે, આ સત્તાવાર મુલાકાત સાથે અમે વિશ્વની સૌથી જૂની અને વિશ્વની સૌથી મોટી લોકશાહીને સાથે લાવી રહ્યા છે. અમારો સંબંધ માત્ર સરકાર સાથેનો નથી, અમે પરિવારો અને મિત્રતાની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકા અને ભારતની ભાગીદારી ગહન અને વિસ્તૃત છે કારણ કે અમે વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે સામનો કરી છીએ. તેમણે જણાવ્યું કે, શિક્ષણનો વિષય ભારતીય વડાપ્રધાનના હૃદયની નજીક છે અને તેઓ એ સુનિશ્ચિત કરવા કાર્યરત છે કે ભારતીયોઅને તેમાં પણ ખાસ કરીને છોકરીઓ શિક્ષણ મેળવે અને કૌશલ્ય પ્રાપ્ત કરે.