PM Modiએ મા અંબાની આરાધના સાથે ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે પધાર્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ અંબાજી (Ambaji) ખાતે માતા અંબાની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના સાથે હાજર રહ્યા હતા.  […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે પધાર્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ અંબાજી (Ambaji) ખાતે માતા અંબાની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના સાથે હાજર રહ્યા હતા. 

આદિવાસી નૃત્ય દ્વારા PM Modiનું સ્વાગત 

અંબાજી પાસે આવેલા ચીખલા હેલિપેડ ખાતે ​​​​​ઉતરાણ કર્યા બાદ વડાપ્રધાનનો કાફલો રોડ માર્ગે અંબાજી મંદિર સુધી રવાના થયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)એ રોડ પર ઊભા રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અંબાજી મંદિરમાં આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ-નગારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી હતી અને મંદિરના ભટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકોએ ભાગ લીધો હતો. અંબાજી (Ambaji) મંદિરના ચાચર ચોકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરમાં પૂજા-અર્ચના બાદ તેઓ ખેરાલુના ડભોડા જવા માટે રવાના થયા હતા. 

વધુ વાંચો: PM Modi દ્વારા લિખિત માડી ગરબા પર 1 લાખ લોકો રમશે ગરબા

વિશ્વના સૌથી વિશાળ શ્રીયંત્રનું લોકાર્પણ

ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ અંબાજી (Ambaji) દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. વડાપ્રધાને અંબાજી મંદિર ખાતે માતાના આશીર્વાદ મેળવ્યા બાદ વિશ્વના સૌથી વિશાળ, આશરે 2,200 કિલો વજનના પંચધાતુથી બનેલા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કર્યું હતું. 

5,941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદી (PM Modi) બે દિવસના વતન પ્રવાસ દરમિયાન અનેક વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે. ડભોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના 7 જિલ્લાને સીધી રીતે સ્પર્શતા રૂ. 5941 કરોડના વિવિધ 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનમેદનીને સંબોધન કર્યું હતું.

ડભોડામાં વડાપ્રધાનનું સંબોધન 

વડાપ્રધાન મોદી ડભોડા પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો લોકોએ મોદી-મોદીના નારાથી વાતાવરણ ગજવી નાખ્યું હતું અને તેમને ઉત્સાહપૂર્વક આવકાર આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસની ચર્ચા થઈ રહી છે. 

ભારત આજે ચંદ્ર પર પહોંચ્યું છે. જ્યાં વિશ્વના કોઈ દેશ નથી પહોંચ્યા ત્યાં ભારત પહોંચ્યું છે. ક્રિકેટના 20-20ની ખબર નહીં હોય તેવા અનેક લોકો મળશે પણ G-20 વિશે ખબર ન હોય તેવું કોઈ નહીં મળે. 

વધુ વાંચો: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે

રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ

સભા-સ્થળેથી વડાપ્રધાને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ન્યૂ ભાન્ડુ – ન્યૂ સાણંદ (એન) સેક્શન, વિરમગામ- સામખિયાળી રેલવેલાઈન ડબલિંગનું લોકાર્પણ કર્યું હતું. એ સિવાય ગુજરાત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી કટોસણ-બહુચરાજી વચ્ચેના 29.65 કિલોમીટરના રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બહુચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે.