વડાપ્રધાન મોદીએ G20 ડિજિટલ ઈકોનોમીના મંત્રીઓને સંબોધ્યા, સુરક્ષા સંબંધી પડકારો અંગે ચેતવણી આપી

વડાપ્રધાન મોદીએ બેંગલુરૂ ખાતે ચાલી રહેલી G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધી હતી.  વડાપ્રધાન મોદીએ શનિવારે G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે,  આજે ભારતમાં 85 કરોડથી પણ વધારે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિશ્વના સૌથી સસ્તા ડેટા ચાર્જનો લાભ લઈ રહ્યા છે.  G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકમાં PM મોદીનું […]

Share:

વડાપ્રધાન મોદીએ બેંગલુરૂ ખાતે ચાલી રહેલી G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધી હતી.  વડાપ્રધાન મોદીએ શનિવારે G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે,  આજે ભારતમાં 85 કરોડથી પણ વધારે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિશ્વના સૌથી સસ્તા ડેટા ચાર્જનો લાભ લઈ રહ્યા છે. 

G20 ડિજિટલ ઈકોનોમી મંત્રીઓની બેઠકમાં PM મોદીનું સંબોધન

આ સાથે જ વડાપ્રધાન મોદીએ શાસનને વધુ કુશળ, સમાવેશી, ઝડપી અને પારદર્શી બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવ્યો હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ એઆઈ (AI)ની મદદથી ભાષા અનુવાદ મંચ ભાષિણીના નિર્માણની પણ વાત કરી હતી. તે ભારતની તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશનનું સમર્થન કરશે. 

ડિજિટલ પેમેન્ટ મામલે ભારત સૌથી આગળ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ડિજિટલ પેમેન્ટમાં પણ ભારત સૌથી આગળ છે. વૈશ્વિક રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાં 45 ટકા હિસ્સો ભારતનો છે. દેશમાં સરકારી સહાયનો લાભ સીધો બેંક ખાતામાં ટ્રાન્સફર આપવાથી ભ્રષ્ટાચાર પર અંકુશ મુકાયો છે. જેથી 33 બિલિયન ડોલરથી પણ વધારેની બચત પણ થઈ છે. 

JAM ટ્રિનિટીથી લોકોને ફાયદો થયો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતનું અદ્વિતિય ડિજિટલ ઓળખ પ્લેટફોર્મ ‘આધાર’ 130 કરોડ દેશવાસીઓને કવર કરે છે. તેમણે ભારતમાં નાણાકીય સમાવેશન મામલે ક્રાંતિ લાવવા માટે JAM ટ્રિનિટી- જનધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ શક્તિના ઉપયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં દર મહિને UPI દ્વારા આશરે 10 અબજની લેવડ-દેવડ થાય છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા 9 વર્ષમાં ભારતમાં અભૂતપૂર્વ ડિજિટલ પરિવર્તન થયું છે અને તેની શરૂઆત 2015માં આપણી ‘ડિજિટલ ઈન્ડિયા’ પહેલ સાથે થઈ હોવાનું જણાવ્યું હતું. 

જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર

વડાપ્રધાન મોદીએ જનધન ખાતાઓની સંખ્યા 50 કરોડને પાર જવા મુદ્દે પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, આ પૈકીના અડધાથી વધારે ખાતાઓ મહિલાઓના છે તે જાણીને આનંદ થયો. 

G20ના પ્રતિનિધિઓને ભારત પોતાના અનુભવ જણાવવા તૈયાર હોવાનું કહ્યું

વડાપ્રધાન મોદીએ બેઠકમાં ઉપસ્થિત G20ના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વ સાથે પોતાના અનુભવો શેર કરવા માટે તૈયાર છે. કોઈ પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભારતે ઓનલાઈન એકીકૃત ડિજિટલ માધ્યમ ‘ઈન્ડિયા સ્ટેક્સ’ બનાવ્યું છે. 

તેમણે ડિજિટલ અર્થવ્યવસ્થાના વેગ સાથે ઉદ્ભવતા સુરક્ષા સંબંધી પડકારો મામલે G20ના પ્રતિનિધિઓને ચેતવણી આપી હતી. સાથે જ G20ના પ્રતિનિધિઓને સુરક્ષા સંબંધી પડકારો માટે ચેતવીને સુરક્ષિત, વિશ્વસનીય અને ફ્લેક્સિબલ ડિજિટલ અર્થવ્યવસ્થા માટે G20 ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતો પર સર્વસંમતિ બનાવે તે અંગેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.