પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં મહિલા સિદ્ધિઓની પ્રશંસા કરી

પીએમ નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના ૯૯માં એપિસોડને સંબોધિત કર્યું હતું. આ સંબોધનમાં,પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓએ મેળવેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિને બિરદાવી હતી.”એશિયાની પ્રથમ મહિલા લોકો પાઈલટ સુરેખા યાદવે વધુ એક રેકોર્ડ બનાવ્યો. તે વંદે ભારતની પ્રથમ મહિલા લોકો-પાઈલટ પણ બની ગઈ છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કોમ્બેટ યુનિટમાં કમાન્ડની નિમણૂક […]

Share:

પીએમ નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના ૯૯માં એપિસોડને સંબોધિત કર્યું હતું. આ સંબોધનમાં,પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓએ મેળવેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિને બિરદાવી હતી.”એશિયાની પ્રથમ મહિલા લોકો પાઈલટ સુરેખા યાદવે વધુ એક રેકોર્ડ બનાવ્યો. તે વંદે ભારતની પ્રથમ મહિલા લોકો-પાઈલટ પણ બની ગઈ છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કોમ્બેટ યુનિટમાં કમાન્ડની નિમણૂક મેળવનારી પ્રથમ મહિલા એરફોર્સ અધિકારી બની છે અને લગભગ ૩,૦૦૦ કલાકનો ફલાઇંગનો અનુભવ ધરાવે છે. એ જ રીતે, ભારતીય સેનાના કેપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં પોસ્ટ થનારી પ્રથમ મહિલા અધિકારી બની છે,” તેમણે ઉમેર્યું. પીએમ મોદીએ કહ્યું કે “ભારતની નારી શક્તિ ખુબજ આગળ વધી રહી છે”. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલીવાર બે મહિલા ધારાસભ્યો પોતાની જીત દ્વારા વિધાનસભામાં પહોંચી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં શક્તિ બતાવી રહી છે. આજે, ભારત એક અલગ ટોચ પાર પહોંચી રહ્યું છે અને તેમાં આપણી સ્ત્રી શક્તિનો બહુ મોટો ભાગ છે.

પીએમ મોદીએ ઓસ્કાર એવોર્ડમાં ભારતના શાનદાર પ્રદર્શન વિશે પણ વાત કરી અને કહ્યું કે, આ મહિને નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વિસે તેમની ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ માટે ઓસ્કાર જીતીને દેશનું નામ રોશન કર્યું છે.આ ઉપરાંત પીએમ મોદીએ સૌર ઉર્જા ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે વાત કરી અને કહ્યું કે આજકાલ વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઉર્જાની ચર્ચા થઈ રહી છે ત્યારે ભારત સૌર ઉર્જા ક્ષેત્રે જે ઝડપે આગળ વધી રહ્યું છે તે એક મોટી ઉપલબ્ધિ છે. ‘સબકા પ્રયાસ’ની ભાવના આજે ભારતના સૌર મિશનને આગળ લઈ જઈ રહી છે.દીવ ભારતનો પહેલો જિલ્લો બન્યો છે, જે સમગ્ર દિવસની જરૂરિયાતો માટે 100% સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરે છે,” પીએમ મોદીએ કહ્યું.’

મન કી બાત’ દર મહિનાના છેલ્લા રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થાય છે. આ શો ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના નેટવર્ક તેમજ AIR ન્યૂઝ વેબસાઈટ અને ‘NewsOnAir’ મોબાઈલ એપ પર પ્રસારિત થાય છે. તે માહિતી અને પ્રસારણ મંત્રાલય, એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ અને વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ થાય છે. હિન્દી પ્રસારણ બાદ, AIR પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરે છે.