વડાપ્રધાન મોદીએ રોજગાર મેળામાં વર્ચ્યુઅલી 51,000થી વધુ કર્મચારીને નિમણૂક પત્ર પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ‘રોજગાર મેળા’ અંતર્ગત નવા ભરતી થયેલા લોકોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 1,000 નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. દેશભરના 46 સ્થળોએ ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મોદીએ દેશભરમાં 51,000 નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું.  આંદામાનના રોજગાર મેળામાં 1000 નિમણુક પત્ર અપાયા માત્ર આંદામાન અને નિકોબાર […]

Share:

વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ‘રોજગાર મેળા’ અંતર્ગત નવા ભરતી થયેલા લોકોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 1,000 નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. દેશભરના 46 સ્થળોએ ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મોદીએ દેશભરમાં 51,000 નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. 

આંદામાનના રોજગાર મેળામાં 1000 નિમણુક પત્ર અપાયા

માત્ર આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં જ ‘રોજગાર મેળા’ અભિયાન અંતર્ગત સફળ પરીક્ષાર્થીઓ (ગ્રુપ બી અને સી શ્રેણી)ને આશરે 1,000 નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ નવનિયુક્ત કર્મચારીઓમાં નિમણૂક પત્રની વહેંચણી બાદ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘રોજગાર મેળા’ને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “હું રોજગાર મેળા અંતર્ગત આજે નિમણૂક પત્ર મેળવનારા તમામ નવનિયુક્ત કર્મચારીઓને શુભેચ્છા પાઠવું છું. સરકારી યોજનાઓમાં ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટાચાર અને જટિલતા પર અંકુશ આવ્યો છે અને વિશ્વસનીયતા, સગવડ વધી છે.”

પોર્ટ બ્લેર સ્થિત ડો. બી આર આંબેડકર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતેના સભાગારમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ, યુવા મામલે અને ખેલ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિક રોજગાર મેળાના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બન્યા હતા. પ્રમાણિકે નિમણૂક પત્ર મેળવનારા તમામ સફળ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને સ્થાનિક યુવાનોને રોજગાર મેળાનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. 

આગામી મહિનામાં વધુ રોજગાર મેળા યોજાશે

આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના યુવાનોની નોકરીઓમાં 100 ટકા અનામતની માગણી મુદ્દે નિસિથ પ્રમાણિકે કહ્યું હતું કે, “હું આ મામલે ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી. હું ફક્ત એટલું જ કહી શકું કે… આજના રોજગાર મેળામાં આવા (1000 સફળ પરીક્ષાર્થીઓ) મોટા ભાગના યુવાનો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના છે જેમણે સફળતાપૂર્વક પરીક્ષા ઉત્તીર્ણ કરી અને તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આગામી મહિનામાં હજુ વધુ રોજગાર મેળા આયોજિત કરાશે જે સ્થાનિક યુવાનોને અનેક અવસર પ્રદાન કરશે.”

નિસિથ પ્રમાણિકે વધુમાં જણાવ્યું હતું કે, “આંદામાન આઝાદી માટે લડનારા ભારતના નાયકોના દુઃખ, પરસેવા અને લોહીનું સાક્ષી રહ્યું છે. મારા મતે વોટર સ્પોર્ટ્સ ક્ષેત્રે આંદામાનમાં અપાર સંભાવનાઓ છે અને તેમણે ‘ખેલો ઈન્ડિયા’ બેનર અંતર્ગત આવી કેટલીક યોજનાઓ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે જે સ્થાનિક અને જનજાતીય યુવાનોને તેમની રમતની પ્રતિભા દેખાડવામાં મદદરૂપ બનશે.”

આ સાથે જ નિસિથ પ્રમાણિકે પોર્ટ બ્લેર સ્થિત વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેટલીક સુવિધાઓનો તકાજો પણ મેળવ્યો હતો અને યુવાનો માટે બીજું શું કરી શકાય તે જાણવા માટે પ્રશાસનિક અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. નિસિથ પ્રમાણિકે જણાવ્યું હતું કે, ભારત પાસે સૌથી વધુ યુવા વસ્તી છે અને આપણું લક્ષ્ય રાષ્ટ્ર નિર્માણમાં મહત્તમ યુવાનોને સામેલ કરવાનું છે. માટે યુવાનો સ્વસ્થ રહે તે ખૂબ મહત્વનું છે અને સ્વસ્થ મગજ, શરીર અને આત્મા માટે લોકો ખેલમાં રસ દાખવે તે જરૂરી છે.