PM Modi: 80 કરોડ લોકોને દિવાળી ભેટ, વધુ 5 વર્ષ મળશે ફ્રી રાશન

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતી વખતે એક મહત્વની જાહેરાત કરી હતી. શનિવારના રોજ દુર્ગ ખાતે એક જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને આગામી 5 વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મેં નિશ્ચય કરી લીધો છે કે, આ દેશના 80 કરોડ […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતી વખતે એક મહત્વની જાહેરાત કરી હતી. શનિવારના રોજ દુર્ગ ખાતે એક જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને આગામી 5 વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મેં નિશ્ચય કરી લીધો છે કે, આ દેશના 80 કરોડ ગરીબોને ફ્રી રાશન પૂરૂ પાડતી યોજનાને ભાજપ સરકાર હવે આગામી 5 વર્ષ માટે આગળ લઈ જશે.” આ સાથે જ તેમણે દેશની જનતાનો પ્રેમ અને આશીર્વાદ તેમને હંમેશા મોટા નિર્ણયો લેવાની તાકાત પૂરી પાડે છે તેમ પણ જણાવ્યું હતું. 

PM Modiની જાહેરાત 2024 માટે માસ્ટરસ્ટ્રોક

દેશના 3 મોટા રાજ્યોમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. તેવામાં વડાપ્રધાન મોદીની આ જાહેરાત એક તીરથી અનેક નિશાન સાધવા સમાન છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં ભાજપની સત્તાવાપસી પાછળનું એક મોટું કારણ ફ્રી રાશન યોજના માનવામાં આવે છે. 

વડાપ્રધાન મોદીએ છત્તીસગઢથી વધુ 5 વર્ષ માટે ફ્રી રાશન યોજના લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે આ કારણે ચૂંટણી મેદાનમાં ભાજપને પૂરો ફાયદો મળી શકે તેમ છે. આ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સાથે જ 2024ની લોકસભા ચૂંટણી માટે પણ માસ્ટરસ્ટ્રોક છે. ગરીબોને ફ્રી રાશન પૂરૂ પાડતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને કોવિડ-19 દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને હાલ આ યોજનાનો સમય ડિસેમ્બર મહિનામાં સમાપ્ત થવાનો હતો. કોરોના કાળ બાદ દરેક ચૂંટણીમાં આ યોજનાની ચર્ચા થાય છે. 

વધુ વાંચો… Andhra Pradeshમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી

“ગરીબોને ભૂખ્યા નહીં ઉંઘવા દઉં”

વડાપ્રધાન મોદી (PM Modi)એ જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાનો મુશ્કેલ સમય આવ્યો ત્યારે આ દેશની ગરીબ જનતાએ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગરીબો માટે સૌથી મોટું સંકટ તેઓ પોતે શું ભોજન કરે અને બાળકોને શું ખવડાવે તે હતું. આ કારણે જ અમે નિર્ણય લીધો છે કે, દેશના ગરીબોને ભૂખ્યા નહીં સૂવા દેવામાં આવે. 

વધુ વાંચો… Dediyapada: વન વિભાગના કર્મીઓ સાથે મારપીટ મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ, પત્ની-PAની ધરપકડ

કોંગ્રેસ પર પલટવાર

છત્તીસગઢના દુર્ગ ખાતે એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 2014માં સરકાર બનાવી ત્યારથી તેમણે દેશના ગરીબોના કલ્યાણને સૌથી વધારે પ્રાથમિકતા આપી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદી (PM Modi)એ જણાવ્યું કે, કોંગ્રેસ કદી નથી ઈચ્છતી કે દેશના ગરીબોનું ભલુ થાય. કોંગ્રેસ ગરીબોને હંમેશા ગરીબ બનાવી રાખવા માગે છે. 

તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે ગરીબોને દગા સિવાય કશું નથી આપ્યું. જ્યાં સુધી કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ રહી ત્યાં સુધી તેણ ગરીબોના હકના પૈસા લૂંટીને પોતાના નેતાઓની તિજોરી ભરી.