PM મોદીએ 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી

PM મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવાથી 11 રાજ્યોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો જોડાશે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત રાજ્યોનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના નવા કોચમાં ઘણી […]

Share:

PM મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવાથી 11 રાજ્યોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો જોડાશે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત રાજ્યોનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના નવા કોચમાં ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની કનેક્ટિવિટીમાં વધારો કરશે- PM મોદી

લોન્ચિંગ પહેલા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “PM મોદીના વિઝન હેઠળ રેલ્વે સેક્ટરમાં છેલ્લા નવ વર્ષમાં પરિવર્તન આવ્યું છે. ઘણી નવી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે.”

નવી ટ્રેનોના લોકાર્પણ સમયે પીએમ મોદીએ જણાવ્યું કે નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે તેમજ સમગ્ર ભારતમાં પ્રવાસનને વેગ આપશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વંદે ભારત ટ્રેનોની લોકપ્રિયતા સતત વધી રહી છે અને તેમાં અત્યાર સુધીમાં 1,11,00,000 મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે તે દિવસ દૂર નથી જ્યારે વંદે ભારત ટ્રેન દેશના તમામ ભાગોને જોડશે.

પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદન મુજબ, આ 9 વંદે ભારત ટ્રેનોની શરૂઆતથી દેશમાં રેલ સેવાના નવા ધોરણની શરૂઆત થશે અને કવચ ટેક્નોલોજી સહિત વિશ્વ-સ્તરની સુવિધાઓ અને અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સામાન્ય મુસાફરોને મળી શકશે.

આ શહેરોને મળી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

PM મોદીએ આજે જે  9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી તે આ છેઃ ઉદયપુર – જયપુર વંદે ભારત એક્સપ્રેસ; તિરુનેલવેલી – મદુરાઈ –  ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ; હૈદરાબાદ – બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ; વિજયવાડા – ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ; પટના – હાવડા વંદે ભારત એક્સપ્રેસ; કાસરગોડ – તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ; રાઉરકેલા – ભુવનેશ્વર – પુરી વંદે ભારત એક્સપ્રેસ; રાંચી – હાવડા વંદે ભારત એક્સપ્રેસ; અને જામનગર – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વંદે ભારત ટ્રેનો તેમના સંચાલનના રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરો માટે નોંધપાત્ર સમય બચાવવામાં મદદ કરશે.

આ 9 વંદે ભારત ટ્રેનો લોન્ચ થતાની સાથે જ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે. આ વંદે ભારત ટ્રેન જામનગર – અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી અપાયા બાદ ટ્રેન જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે. સાંજે છ વાગ્યે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચશે. કાલુપુર રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરાશે. સોમવારથી જામનગર – અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડશે.