PM Modiએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન (heritage train)ને લીલી ઝંડી બતાવી. જે કેવડિયાના એકતા નગર સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદ સુધી દોડશે. આ હેરિટેજ ટ્રેન દર રવિવારે ચલાવવામાં આવશે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવે છે.  આ ત્રણ ડબ્બાવાળી હેરિટેજ ટ્રેન (heritage train)ને […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન (heritage train)ને લીલી ઝંડી બતાવી. જે કેવડિયાના એકતા નગર સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદ સુધી દોડશે. આ હેરિટેજ ટ્રેન દર રવિવારે ચલાવવામાં આવશે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવે છે. 

આ ત્રણ ડબ્બાવાળી હેરિટેજ ટ્રેન (heritage train)ને ઈલેક્ટ્રિક એન્જિન દ્વારા ખેંચવામાં આવશે જે સ્ટીમ એન્જિનની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેમાં એક્ઝોસ્ટ સ્મોક ઉત્પન્ન કરવા માટે ફોગર્સ અને સ્ટીમ એન્જિનનો અવાજ ઉત્પન્ન કરવા માટે સાઉન્ડ સિસ્ટમ હશે.

વધુ વાંચો: PM Modiએ ગુજરાતને ₹5950 કરોડ રૂપિયાની ભેટ આપી

આ ટ્રેન હેરિટેજ અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ છે: PM Modi

પીએમ મોદી (PM Modi)એ અહીં એકતા દિવસની ઉજવણી દરમિયાન ટ્રેનને લીલી ઝંડી બતાવતા જણાવ્યું હતું, “આ ટ્રેન એ હેરિટેજ અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ છે.” 

આ હેરિટેજ ટ્રેન (heritage train)માં 144 મુસાફરો બેસી શકશે. જ્યારે એક સાથે 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઈનિંગ ફેસિલિટી આપવામાં આવી છે. સાગના લાકડામાંથી ડિઝાઈન કરેલા ટેબલ અને જોરદાર સીટોની સાથે 2 સીટર સોફા, ઈન્ટરનલ પેનલ પ્રાકૃતિક સાગ અને પ્લાઈવુડથી સુસજ્જ છે.

આજે આ ટ્રેન કેવડિયાના એકતા નગર રેલવે સ્ટેશનથી ઉપડીને વડોદરા રેલવે સસ્ટેશન ખાતે પહોંચી હતી. વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, “5 નવેમ્બરથી આ ટ્રેન રવિવારના રોજ સાપ્તાહિક સેવા તરીકે ચાલશે.”

આ ટ્રેન અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને સવારે 9:50 વાગ્યે કેવડિયાના રેલ્વે સ્ટેશન એકતા નગર પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન એકતા નગરથી રાત્રે 8:23 વાગ્યે ઉપડશે અને સાંજે 5:15 વાગ્યે અમદાવાદ પહોંચશે. વન વે પ્રવાસનું ભાડું 885 રૂપિયા હશે. 

વધુ વાંચો: PM Narendra Modiએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

PM Modiએ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ધાન કર્યું

લોખંડી પુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદી (PM Modi)ના હસ્તે એકતાનગર ખાતે રૂ.81 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના સહકાર ભવનનું લોકાર્પણ કરાયું છે. 

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. તરફથી બેંકને સહકાર ભવનના નિર્માણ માટે કેવડિયા કોલોની ખાતે 14688 ચો.મી. જમીન 99 વર્ષના ભાડા પેટે ફાળવવામાં આવી છે. આ ભવનનું નિર્માણ આર્કિટેક્ટ, PMC, કન્સલ્ટીંગ એન્જિનિયર, ઈન્ટીરિયર વગેરે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, પીએમ મોદી (PM Modi)એ મહેસાણા જિલ્લામાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. 

પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે ઉત્તર ગુજરાત સૌર ઉર્જાનો લાભ લઈ રહ્યું છે અને આ પ્રદેશ લોજિસ્ટિક્સ માટે પણ મોટા હબ તરીકે ઉભરી આવશે.