વડાપ્રધાને અજમેર દિલ્હી વંદે ભારતને આપી લીલી ઝંડી

ગુરુવારથી રાબેતા મુજબ શરૂ થનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ​​રાજસ્થાનની પ્રથમ અને દેશની 15મી વંદે ભારત એક્સપ્રેસ છે. વંદે ભારત એક્સ્પ્રેસને લીલી ઝંડી આપતા વડાપ્રધાને જણાવ્યું કે, આ ટ્રેન પ્રવાસન ઉદ્યોગને ઘણી મદદ કરશે.  મહત્વનું છે કે તીર્થ પુષ્કર હોય કે અજમેર શરીફ […]

Share:

ગુરુવારથી રાબેતા મુજબ શરૂ થનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ​​રાજસ્થાનની પ્રથમ અને દેશની 15મી વંદે ભારત એક્સપ્રેસ છે.

વંદે ભારત એક્સ્પ્રેસને લીલી ઝંડી આપતા વડાપ્રધાને જણાવ્યું કે, આ ટ્રેન પ્રવાસન ઉદ્યોગને ઘણી મદદ કરશે. 

મહત્વનું છે કે તીર્થ પુષ્કર હોય કે અજમેર શરીફ આસ્થાના આ મહત્વપૂર્ણ સ્થળોએ પહોંચવામાં શ્રદ્ધાળુઓને સરળતા રહેશે. ગયા બે મહિનામાં આ છઠ્ઠી  વંદે ભાત એક્સપ્રેસને મને લીલી  ઝંડી લહેરાવવાનો મોકો મળ્યો છે. એક અભ્યાસ પ્રમાણે એક વંદે ભારતની યાત્રા કરવા પર લોકોના દરેક ટ્રીપમાં લગભગ  2500 કલાક બચે છે. યાત્રામાં બચતા આ કલાકો લોકોને અન્ય કાર્યો માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે. 

તેમણે જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘ઈન્ડિયા ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ની ભાવનાને સમૃદ્ધ બનાવે છે. તે વિકાસ, આધુનિકતા, આત્મનિર્ભરતા અને સ્થિરતાનો પર્યાય બની ગયો છે. 

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં “સ્વાર્થી અને અર્થહીન રાજકારણ” ને કારણે રેલવેના આધુનિકીકરણ પર એક છાયા સમાન હતી અને મોટાપાયે થતાં ભ્રષ્ટાચારને કારણે ના તો રેલવેનો વિકાસ સંભવ બન્યો અને ના તો રેલવેમાં સ્ટાફના સિલેક્શનમાં પારદર્શિતા જળવાઈ. 

વંદે ભારત એક્સપ્રેસ ઉદ્ઘાટન વિશેષ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ સુધી ચલાવાઈ હતી અને આ ટ્રેન જયપુર, અલવર અને ગુરુગ્રામમાં રોકાશે. વંદે ભારત એક્સપ્રેસ અજમેરથી દિલ્હી કેન્ટ વચ્ચેનું અંતર પાંચ કલાક અને 15 મિનિટમાં કાપશે. 

આ રુટ પર ચાલતી સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી છે જે અજમેરથી દિલ્હી કેન્ટ સુધીનું અંતર 6 કલાક અને 15 મિનિટમાં પૂરું કરે છે. આ ટ્રેન હાઇ રાઇઝ્ડ ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનમાં વિશ્વની પ્રથમ સેમી હાઇ સ્પીડ પેસેન્જર ટ્રેન છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને તે બુધવારે ચાલશે નહીં. તે અજમેરથી સવારે 6.20 કલાકે ઉપડ્શે અને 7.50 એ જયપુર પહોંચશે. જયપુર 5 મિનિટના રોકાણ પછી આ ટ્રેન 9.35 સવારે અલવર, 11.15 સવારે ગુરુગ્રામ અને 11.35 એ સવારે દિલ્હી કેન્ટ પહોંચશે. આ ટ્રેન સાંજે 6.40 એ દિલ્હી કેન્ટથી ઉપડી 11 મિનિટમાં ગુરુગ્રામ પહોંચશે. 2 મિનિટ રોકાઈ 8.16 કલાકે રાત્રે અલવારથી નીકળી 10.05 એ જયપુર પહોંચશે અને પાંચ મિનિટ રોકાયા બાદ રવાના થઈને 11.55 એ અજમેર પહોંચશે.