PM મોદીએ વચન નિભાવ્યુંઃ AUની G20માં સ્થાયી સદસ્યતા મામલે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન

શનિવારના રોજ ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન (AU)ને G20ની સ્થાયી સદસ્યતા આપવામાં આવી હતી. તેને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે કહ્યું હતું તે કરીને બતાવ્યું અને પોતાનું વચન નિભાવ્યું. G20 સમિટના પરિણામો અંગેની એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના સંબોધન દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આફ્રિકન યુનિયન […]

Share:

શનિવારના રોજ ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન (AU)ને G20ની સ્થાયી સદસ્યતા આપવામાં આવી હતી. તેને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે કહ્યું હતું તે કરીને બતાવ્યું અને પોતાનું વચન નિભાવ્યું. G20 સમિટના પરિણામો અંગેની એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના સંબોધન દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આફ્રિકન યુનિયન (AU)ના પૂર્વ અધ્યક્ષ મૈકી સૈલને આપેલું વચન નિભાવ્યું. 

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ આફ્રિકન યુનિયનના પ્રેસિડેન્ટને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતની અધ્યક્ષતામાં તમે આફ્રિકન યુનિયન G20ના સ્થાયી સદસ્ય બનશો. બ્રિક્સ સમિટ દરમિયાન AUના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પાસે આવ્યા હતા અને તેમને તેમનું આશ્વાસન વચન યાદ અપાવ્યું હતું.”

વધુમાં જણાવ્યું કે, “આફ્રિકન યુનિયન- AU ભારતની અધ્યક્ષતામાં G20 ગ્રુપનું સદસ્ય બન્યું જે એ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને છે કે દેશ ગ્લોબલ સાઉથની તત્કાલ ચિંતાઓને સંબોધિત કરવા માટે આપી છે.” વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, તમને યાદ હશે કે અમારા અધ્યક્ષ તરીકેના કાર્યકાળની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની પહેલ પર ગ્લોબલ સાઉથના અવાજને અભિવ્યક્તિ પ્રદાન કરવા માટે 125 દેશો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

તમામ દેશો દ્વારા સ્વીકૃત્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય G20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, 55 દેશોવાળા આફ્રિકન યુનિયન- AUને નવા સદસ્ય તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને તમામ સદસ્ય દેશોએ સ્વીકારી લીધો હતો.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું હતું કે, આફ્રિકન યુનિયન (AU)નું G20 કુટુંબમાં સ્થાયી સદસ્ય તરીકે સ્વાગત કરીને સન્માનની લાગણી અનુભવાઈ રહી છે. તેનાથી G20 તથા ગ્લોબલ સાઉથના અવાજને વધુ મજબૂતાઈ મળશે. 

આફ્રિકન યુનિયન- AU એ શું કહ્યું?

આફ્રિકન યુનિયન- AUના પ્રવક્તા એબ્બા કલોંડોએ કહ્યું હતું કે, સંઘ 7 વર્ષથી પૂર્ણ સદસ્યતાની માગણી કરી રહ્યું છે. પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે વિશ્વ નેતાઓની તાળીઓની ગૂંજ વચ્ચે વડાપ્રધાન મોદીએ આફ્રિકન યુનિયન- AUના અધ્યક્ષ અજાલી અસૌમાનીને G20 નેતાઓના મંચ પર આવવા માટે આમંત્રિત કર્યા હતા. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે અસૌમાનીને આ મંચના નેતાઓની ટેબલ પર તેમની સીટ સુધી પહોંચાડ્યા હતા. સ્થાયી સદસ્યની બેઠક પર બેસતા પહેલા પૂર્વ AU પ્રમુખે ખૂબ જ ઉષ્માપૂર્ણ રીતે વડાપ્રધાન મોદીને ગળે મળીને હાથ મિલાવ્યા હતા.