PM Modiએ ગુજરાતને ₹5950 કરોડ રૂપિયાની ભેટ આપી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની બે દિવસીય ગુજરાત (Gujarat) મુલાકાતના પ્રથમ દિવસે, રાજ્યના મહેસાણા જિલ્લામાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.  પીએમ મોદીએ (PM Modi) એમ પણ કહ્યું હતું કે તેઓ જે પણ વચન આપે […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની બે દિવસીય ગુજરાત (Gujarat) મુલાકાતના પ્રથમ દિવસે, રાજ્યના મહેસાણા જિલ્લામાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. 

પીએમ મોદીએ (PM Modi) એમ પણ કહ્યું હતું કે તેઓ જે પણ વચન આપે છે, તે પૂરા કરે છે અને ‘લોકો તેના વિશે જાણે છે.’ પીએમ મોદીએ કહ્યું કે “લોકો જાણે છે કે જ્યારે હું કોઈ પ્રતિજ્ઞા લઉં છું, ત્યારે હું તેને પૂર્ણ કરું છું… દેશ “સ્થિર સરકારના કારણે ઝડપી વિકાસ થાય છે.

વધુ વાંચો: PM Modiએ મા અંબાની આરાધના સાથે ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો

અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને પ્રવાસની શરૂઆત કરી

PM નરેન્દ્ર મોદીએ (PM Modi) બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. મહેસાણા રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે 30મી ઓક્ટોબર ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આ બંને દિવસો આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. જેમણે આઝાદી માટે લડાઈ લડી અને અંગ્રેજો સામે સખત લડાઈ આપી. અમારી પેઢીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ. અમે સરદાર પટેલ પ્રત્યે અમારું સર્વોચ્ચ સન્માન વ્યક્ત કર્યું છે. આવનારી પેઢીઓ સરદાર પટેલની પ્રતિમાને જોશે પણ નમશે નહીં, માથું ઉંચુ રાખશે.

ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી: PM Modi

પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) મહેસાણામાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. દરેક ઘરમાં નર્મદા માતાનું પાણી પહોંચી ગયું છે. 

ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉત્તર ગુજરાત  (Gujarat) ના બટાકાની માંગ છે. બનાસકાંઠામાં મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડેરી મોડલ જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે.

વધુ વાંચો: PM Modi દ્વારા લિખિત માડી ગરબા પર 1 લાખ લોકો રમશે ગરબા, વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

મહેસાણા રેલીમાં ચંદ્રયાન-3 અને જી-20ની સફળતા અંગે ચર્ચા કરી 

પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) મહેસાણા રેલીમાં ચંદ્રયાન-3 અને જી-20ની સફળતા અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત સફળતાપૂર્વક ચંદ્રના એવા ક્ષેત્રમાં પહોંચી ગયું છે જ્યાં અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ પોતાનું અવકાશયાન લેન્ડ કરી શક્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો વિકાસ જોઈને વિશ્વના લોકો અને નેતાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

ગુજરાતના આ જિલ્લાઓમાં વિકાસ કાર્યો

અમે એક એવું ગુજરાત  (Gujarat)  બનાવ્યું છે જ્યાં 20 થી 25 વર્ષના યુવાનોને તેમના માતા-પિતાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી. પ્રધાનમંત્રીએ (PM Modi) કહ્યું કે ઉત્તર ગુજરાતના પ્રદેશમાં પણ ઝડપી ઔદ્યોગિકીકરણ જોવા મળ્યું છે, જેણે સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન કરવામાં અને સ્થળાંતર કરનારાઓને આકર્ષવામાં મદદ કરી છે. 

તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત  (Gujarat)  પણ સૌર ઉર્જાનો લાભ લઈ રહ્યું છે અને આ પ્રદેશ લોજિસ્ટિક્સ માટે પણ મોટા હબ તરીકે ઉભરી આવશે. મોદીએ જે વિસ્તારોમાં વિકાસની પહેલ કરી છે તેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.