PM મોદીએ યશોભૂમિના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ આજે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યશોભૂમિ કન્વેન્શન સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, PM મોદીએ આજે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના દ્વારકા સેક્ટર 21 થી દ્વારકા સેક્ટર 25 ખાતે નવા મેટ્રો સ્ટેશન સુધી વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કર્યું. […]

Share:

PM મોદીએ આજે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યશોભૂમિ કન્વેન્શન સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, PM મોદીએ આજે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના દ્વારકા સેક્ટર 21 થી દ્વારકા સેક્ટર 25 ખાતે નવા મેટ્રો સ્ટેશન સુધી વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કર્યું.

યશોભૂમિનું નિર્માણ આગામી બે દાયકા દરમિયાન ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં ભારતના અપેક્ષિત વિકાસને સમાવવા માટે અને દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને પ્રદર્શનો આયોજિત કરવા માટે વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવવાના PM મોદીના વિઝનને મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યું છે. 

યશોભૂમિની ભવ્યતા

યશોભૂમિનો કુલ વિસ્તાર 8.9 લાખ ચોરસ મીટરથી વધુ છે અને નિર્મિત વિસ્તાર 1.8 લાખ ચોરસ મીટરથી વધુ છે. 4,400 કરોડના ખર્ચે બનેલ આ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય ઓડિટોરિયમ સહિત 15 કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. તેમાં એક ભવ્ય બૉલરૂમ અને 13 મીટિંગ રૂમ પણ છે જેની કુલ ક્ષમતા 1,000 પ્રતિનિધિઓ ધરાવે છે. યશોભૂમિ દેશનું સૌથી મોટું LED મીડિયા ફેસ પણ છે.

PM મોદી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના વિસ્તરણના અને યશોભૂમિના ઉદ્ઘાટન પહેલા દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસના વિસ્તરણના ઉદ્ઘાટન પછી, PM મોદી તેના ઉદ્ઘાટન માટે યશોભૂમિ ખાતેના કન્વેનશન સેન્ટર પર પહોંચ્યા ત્યાં તેમણે નવી યોજના ‘PM વિશ્વકર્મા’ શરૂ કરતા પહેલા ભગવાન વિશ્વકર્માને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કન્વેન્શન સેન્ટરના નિર્માણ સિવાય, દિલ્હી એરપોર્ટ મેટ્રો લાઈનના વિસ્તરણ માટે એક મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવું સ્ટેશન લોકોને કનેક્ટિવિટી પ્રદાન કરશે અને એરપોર્ટથી કન્વેન્શન સેન્ટરમાં આવનારા લોકો માટે અંતર ઘટાડશે.

યશોભૂમિ દિલ્હીને વિશ્વનું શ્રેષ્ઠ કોન્ફરન્સ હબ બનાવશે: PM મોદી

PM મોદીએ કહ્યું કે યશોભૂમિ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. નવું કેન્દ્ર કોન્ફરન્સ ટુરિઝમમાં મોટી ભૂમિકા ભજવશે. PM વિશ્વકર્મા યોજના પર સરકાર ₹ 13,000 કરોડનો ખર્ચ કરશે.

કોન્ફરન્સ ટુરિઝમમાં ભારત માટે વધતી તકો પર PM મોદીએ કહ્યું કે ભારત મંડપમ અને યશોભૂમિ દિલ્હીને વિશ્વનું શ્રેષ્ઠ કોન્ફરન્સ હબ બનાવશે. 

યશોભૂમિના ઉદ્ઘાટન સમયે PM મોદીએ કહ્યું કે G20ના પ્રતિનિધિઓને વિશ્વકર્મા કારીગરો અને શિલ્પકારો દ્વારા બનાવેલી ભેટ આપવામાં આવી હતી.

તેમના ભાષણમાં PM મોદીએ લોકોને આગામી તહેવારો જેમ કે ગણેશ ચતુર્થી, ધનતેરસ, દિવાળી દરમિયાન સ્થાનિક ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો અર્થ એ નથી કે દિવાળીમાં દીવા ખરીદો, લગભગ તમામ ઉત્પાદનો સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને કંપનીઓ પાસેથી ખરીદવા જોઈએ.