PM મોદીએ સંસદના વિશેષ સત્રની શરૂઆત કરી, કહ્યું- આ સંસદને વિદાય આપવી એક ભાવનાત્મક ક્ષણ

PM મોદીએ આજે 18 સપ્ટેમ્બરના રોજ સંસદના વિશેષ સત્રની શરૂઆત કરી અને ઐતિહાસિક ઈમારતને વિદાય આપી. આજે જૂની સંસદમાં સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ છે. 19 સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલશે. PM મોદીએ આજે ​​છેલ્લી વખત લોકસભાને સંબોધિત કરતા કહ્યું, “આ ગૃહ શાહી વિધાન પરિષદનું સ્થાન હતું.” PM મોદીએ કહ્યું, “આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને […]

Share:

PM મોદીએ આજે 18 સપ્ટેમ્બરના રોજ સંસદના વિશેષ સત્રની શરૂઆત કરી અને ઐતિહાસિક ઈમારતને વિદાય આપી. આજે જૂની સંસદમાં સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ છે. 19 સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલશે. PM મોદીએ આજે ​​છેલ્લી વખત લોકસભાને સંબોધિત કરતા કહ્યું, “આ ગૃહ શાહી વિધાન પરિષદનું સ્થાન હતું.”

PM મોદીએ કહ્યું, “આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને આજે વિદાય આપી રહ્યા છીએ. આઝાદી પહેલા, આ ગૃહ શાહી વિધાન પરિષદનું સ્થાન હતું. આઝાદી પછી, આ ઈમારતને સંસદ ભવનની ઓળખ મળી.” 

સસંદ બનાવવામાં દેશવાસીઓને મહેનત: PM મોદી

PM મોદીએ સંસદમાં તેમના સંબોધન દરમિયાન કહ્યું, “એ વાત સાચી છે કે આ સંસદ બનાવવાનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ આપણે ક્યારેય તેને ભૂલી શકીએ નહીં અને આપણે ગર્વથી કહી શકીએ કે આ સંસદના નિર્માણમાં મારા દેશવાસીઓનો પરસેવો અને મહેનત લાગી છે.” 

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આવતીકાલે, મંગળવારે ગણેશ ચતુર્થીના અવસર પર નવા ગૃહમાં શરૂ કરવામાં આવશે.

PM મોદીએ કહ્યું, “75 વર્ષની સંસદીય સફરને યાદ કરીને આગળ વધવાનો આ સમય છે. આજે તમામ ભારતીયોની સિદ્ધિઓની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ આપણી સંસદના 75 વર્ષના ઈતિહાસ દરમિયાન આપણા સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.”

ચંદ્રયાન-3ની સફળતાએ વિશ્વને ગૌરવ અપાવ્યું

તેમણે કહ્યું, “ચંદ્રયાન-3ની સફળતાએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને ગૌરવ અપાવ્યું છે. આનાથી ભારતની તાકાતનું એક નવું સ્વરૂપ ઉજાગર થયું છે જે ટેકનોલોજી, વિજ્ઞાન, આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતા અને દેશના 140 કરોડ લોકોની તાકાત સાથે જોડાયેલ છે. આજે, હું ફરીથી આપણા વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા માંગુ છું.”

PM મોદીએ સંસદમાં કહ્યું, “આજે, તમે સર્વસંમતિથી G20 ની સફળતાની પ્રશંસા કરી છે. હું તમારો આભાર વ્યક્ત કરું છું. G20ની સફળતા દેશના 140 કરોડ નાગરિકોની છે. તે ભારતની સફળતા છે, કોઈ વ્યક્તિ કે પાર્ટીની નહીં. તે આપણા બધા માટે ઉજવણી કરવાની બાબત છે.”

ભારતની શક્તિઓનું પ્રદર્શન

તેમણે વધુમાં કહ્યું, “ભારતને ગર્વ થશે કે જ્યારે તેણે G20ની અધ્યક્ષતા કરી હતી, ત્યારે આફ્રિકન યુનિયન તેનું સભ્ય બન્યું હતું. હું એ ભાવનાત્મક ક્ષણને ભૂલી શકતો નથી જ્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. તે ભારતની તાકાત છે કે તે (સર્વસંમતિથી ઘોષણા) શક્ય બન્યું.

PM મોદીએ કહ્યું, “આ સંસદને વિદાય આપવી એ એક ભાવનાત્મક ક્ષણ છે. તેની સાથે ઘણી કડવી-મીઠી યાદો જોડાયેલી છે. આપણે બધાએ સંસદમાં મતભેદો અને વિવાદો જોયા છે પરંતુ સાથે સાથે આપણે ‘પારિવારિક ભાવના’ પણ જોઈ છે. નેહરુ, શાસ્ત્રીથી લઈને વાજપેયી સુધી, આ સંસદે કેટલાય નેતાઓને ભારતનું વિઝન રજૂ કરતા જોયા છે.”