PM મોદીએ બોડેલીમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું 

PM મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓ છોટા ઉદેપુરના બોડેલી પહોંચ્યા છે. અહીં તેમણે 5 હજાર 206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ સામેલ છે. આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સથી સમગ્ર ગુજરાતમાં શાળાના માળખાગત માળખાને જંગી વેગ મળશે. આ મિશનમાં […]

Share:

PM મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓ છોટા ઉદેપુરના બોડેલી પહોંચ્યા છે. અહીં તેમણે 5 હજાર 206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ સામેલ છે. આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સથી સમગ્ર ગુજરાતમાં શાળાના માળખાગત માળખાને જંગી વેગ મળશે. આ મિશનમાં ગુજરાતની શાળાઓમાં બનેલા હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જિનિયરિંગ અને ગણિત) પ્રયોગશાળાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ હેઠળ ગુજરાતની શાળાઓમાં હજારો વર્ગખંડોને સુધારવામાં અને અપગ્રેડ કરવામાં આવશે.

PM મોદીના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને તૈનાત કરવામાં આવી હતી. સુરક્ષા બંદોબસ્તમાં 5 એસ.પી., 14 ડી.વાય.એસ.પી., 125 પી.આઈ અને પીએસઆઈ તેમજ 1700 પોલીસ કોન્સ્ટેબલને ગોઠવવામાં આવ્યો હતો તેમજ 2500 જેટલા શિક્ષકોને પણ કામે લગાડયા હતા.

PM મોદીએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

PM મોદીએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની સફળતા પર નિર્માણ કરશે જેણે ગુજરાતમાં શાળાઓનું સતત મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કર્યો છે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોકમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન, PM મોદીએ વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ‘ઓદરા-ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ’ પર નર્મદા નદી પરના નવા પુલ, છાબ તળાવ પુનઃવિકાસ પ્રોજેક્ટ, દાહોદ ખાતે પાણી પુરવઠા પ્રોજેક્ટ સહિત અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. વડોદરામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે લગભગ 400 નવા બાંધવામાં આવેલા મકાનો, સમગ્ર ગુજરાતમાં 7500 ગામોમાં વિલેજ વાઈ-ફાઈ પ્રોજેક્ટ અને દાહોદમાં નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.  

PM મોદીએ છોટાઉદેપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ ગોધરા, પંચમહાલ ખાતે ફ્લાયઓવર બ્રિજ અને દાહોદમાં FM રેડિયો સ્ટુડિયો કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) યોજના હેઠળ લોકાર્પણ કર્યું હતું.

PM મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેનાથી કવાંટના 25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 25 ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા નર્મદા નદી બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપલાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ 25 ગામોની અંદાજીત 41 હજાર લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.