Uttarakhand: PM મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી

Uttarakhand: PM મોદી (PM Narendra Modi) આજે ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ઉત્તરાખંડ (Uttarakhand)ની ‘દેવભૂમિ’ની મુલાકાત દરમિયાન પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. PM મોદીએ પૂજા દરમિયાન ડમરુ અને શંખ પણ વગાડયો હતો. આ દરમિયાન PM મોદી (PM Narendra Modi) સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.  PM મોદીએ પારંપરિક […]

Share:

Uttarakhand: PM મોદી (PM Narendra Modi) આજે ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ઉત્તરાખંડ (Uttarakhand)ની ‘દેવભૂમિ’ની મુલાકાત દરમિયાન પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. PM મોદીએ પૂજા દરમિયાન ડમરુ અને શંખ પણ વગાડયો હતો. આ દરમિયાન PM મોદી (PM Narendra Modi) સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. 

PM મોદીએ પારંપરિક પગડી અને રંગા (શરીરના ઉપરી ભાગમાં પહેરવામાં આવતું વસ્ત્ર) પહેર્યું હતું. તેમણે પિથોરાગઢના જોલિંગકોંગ વિસ્તારમાં પવિત્ર આદિ-કૈલાશ પાસેથી આશીર્વાદ માંગ્યા હતા અને આરતી પણ કરી હતી. આ સ્થળ તેના આધ્યાત્મિક મહત્વ અને અવિશ્વસનીય અને આકર્ષક કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.  

X પરની એક પોસ્ટમાં PM મોદીએ અગાઉ કહ્યું હતું કે, “અમારી સરકાર દેવભૂમિ ઉત્તરાખંડના દરેક વ્યક્તિના કલ્યાણ અને રાજ્યના ઝડપી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેને વધુ વેગ આપવા માટે, હું પિથોરાગઢમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીશ.”

તેમણે કહ્યું, “મને ગુંજી ગામના લોકો સાથે વાર્તાલાપ કરવાની સારી તક પણ મળશે. હું પ્રવાસ દરમિયાન આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ પાર્વતી કુંડના દર્શન અને જાગેશ્વર ધામમાં પૂજા કરવા માટે પણ ઉત્સુક છું.” 

વધુ વાંચો: નેશનલ હેન્ડલૂમ ડે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્થાનિક ઉત્પાદનો લોકપ્રિય બનાવવા અપીલ કરી

PM મોદી (PM Narendra Modi)એ આર્મી, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને BROના જવાનો સાથે ગુંજી ગામની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે અલ્મોડાના જાગેશ્વર ધામમાં ભગવાન શિવની પૂજા કરી હતી. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.

જાગેશ્વર મંદિરના મુખ્ય પૂજારી હેમંત ભટ્ટે PM મોદીનું વિશિષ્ટ સ્વાગત કર્યું હતું. PM મોદી (PM Narendra Modi) જાગેશ્વરમાં 11 બ્રાહ્મણોના યજમાન બન્યા હતા. તમામ 11 બ્રાહ્મણોએ PM મોદીને પૂજા અર્ચના કરવા હતી.

જાગેશ્વર ધામમાં પૂજા કર્યા બાદ PM મોદી ફરી પિથોરાગઢ જવા રવાના થયા. અહીં PM મોદી જનસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડ (Uttarakhand)ના તમામ કેબિનેટ મંત્રીઓ અને સાંસદો હાજર રહેશે. PM મોદી પિથોરાગઢમાં લગભગ ₹ 4,200 કરોડના રોકાણના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. 

વધુ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે

આ પ્રોજેક્ટ્સ ગ્રામીણ વિકાસ, પરિવહન, વીજળી, સિંચાઈ, પાણી પુરવઠો, બાગાયત, શિક્ષણ, આરોગ્યસંભાળ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોને આવરી લે છે. તેમાંથી, ફૂલો અને શાકભાજીના ઉત્પાદન અને ગુણવત્તાને વધારવા માટે 21,398 પોલી-હાઉસનું નિર્માણ એક નોંધપાત્ર પહેલ છે.  

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ PM મોદી (PM Narendra Modi)ની મુલાકાત વિશે માહિતી આપી હતી. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે PM મોદીના આગમનથી કુમાઉ ડિવિઝનમાં પર્યટન ચોક્કસપણે વધશે. ભગવાન શિવનું નિવાસ ગણાતો કૈલાસ પર્વત હવે માત્ર ભારતમાંથી જ જોઈ શકાય છે. આ માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં.