PM Modiએ ‘ખલાસી’ ગીત માટે ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની પ્રશંશા કરી 

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિભાશાળી ગુજરાતી ગાયક, આદિત્ય ગઢવીની ટોપ ગીત, “ખલાસી” માટે પ્રશંસા કરી હતી. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આદિત્ય ગઢવી (Aditya Gadhvi)એ ‘ખલાસી’ ગીત પીએમ મોદીને (PM Modi)ને સમર્પિત કર્યું છે. પીએમ મોદીએ એક પોસ્ટ રીટ્વીટ કરી જેમાં આદિત્ય ગઢવીએ તેમની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી.  […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિભાશાળી ગુજરાતી ગાયક, આદિત્ય ગઢવીની ટોપ ગીત, “ખલાસી” માટે પ્રશંસા કરી હતી. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આદિત્ય ગઢવી (Aditya Gadhvi)એ ‘ખલાસી’ ગીત પીએમ મોદીને (PM Modi)ને સમર્પિત કર્યું છે. પીએમ મોદીએ એક પોસ્ટ રીટ્વીટ કરી જેમાં આદિત્ય ગઢવીએ તેમની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી. 

પીએમ મોદી (PM Modi)એ ટ્વિટર પર તેમના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું, “ખલાસી ચાર્ટમાં ટોચ પર છે અને આદિત્ય ગઢવી (Aditya Gadhvi) તેના સંગીતથી દિલ જીતી રહ્યા છે. આ વિડિયો ખાસ વાતચીતની યાદો પાછી લાવે છે.”

વધુ વાંચો… PM Modi: 80 કરોડ લોકોને દિવાળી ભેટ, વધુ 5 વર્ષ મળશે ફ્રી રાશન

પીએમ મોદી (PM Modi)એ શેર કરેલા વીડિયોમાં આદિત્ય ગઢવીએ વર્ષ 2014 પહેલાની વાત કરતાં જણાવ્યું કે, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે મારી ઉંમર 18-19 વર્ષ હતી. ગાવાનો શોખ હોવાથી હું ઘણા બધા શોઝમાં ભાગ લેતો હતો. મોદી સાહેબ મુખ્યમંત્રી છે અને તેમના કામ વિશે હું જાણતો હતો, પરંતુ હું તેમને મળ્યો નહોતો. અમારો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેઓ ત્યાં આવ્યા હતા. અમારો કાર્યક્રમ પૂરો થતાં મારા પિતાએ મને પૂછ્યું હતું કે તારે મોદીજીને મળવું છે?

આદિત્ય ગઢવી (Aditya Gadhvi)એ કહ્યું કે હું માનસિક રીતે એવી તૈયારી કરી રહ્યો હતો કે મારે મારો પરિચય આપવો પડશે કે હું કોણ છું? પરંતુ જેવો જ હું સ્ટેજ પર પહોંચ્યો અને તેમની નજીક પહોંચ્યો તો તેમણે મારી તરફ જોયું. તેમણે હાથ લાંબો કરીને કહ્યું કે, શું છે બેટમજી? તે તો ઝંડો લહેરાવી દીધો છે ગુજરાતનો. ભણે છે કે નહીં લા? આ પ્રકારે મોદીજી સાથે થયેલી મુલાકાતને આદિત્ય ગઢવીએ હસતા ચહેરે યાદ કરી હતી.

વધુ વાંચો… Mukesh Ambaniને ધમકીભર્યા ઈમેલ મોકલનાર યુવકની તેલંગાણાથી ધરપકડ કરાઈ

આદિત્ય ગઢવીએ PM Modiના વખાણ કર્યા 

આદિત્ય ગઢવીએ કહ્યું કે પીએમ મોદી (PM Modi)નો એક ધ્યેય છે, ભારતને એક સ્થાન અપાવવું છે. આજના જમાનામાં કોઈ વ્યક્તિત્વ છે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ પડકારો સ્વીકારે છે. તેમની પાસે ખૂબ જ સરસ વિઝન છે. જેમ કે, રણ તો છે, પરંતુ એનું શું કરીશું? રણોત્સવ શરૂ કરવો અને દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે, કચ્છ સાથે જોડાય, તેની સંસ્કૃતિ સાથે જોડાય. નરેન્દ્ર મોદીનો રણઉત્સવનો જે વિચાર છે તે માત્ર એ જ છે કે રણને હાઈલાઈટ કરવું. 

આદિત્ય ગઢવી (Aditya Gadhvi) કોક સ્ટુડિયો ઈન્ડિયા દ્વારા રેકોર્ડ કરાયેલ ગુજરાતી ગીત ખલાસી માટે ચર્ચામાં છે. આ ગીત સકારાત્મક ઉર્જાથી ભરેલું ગીત છે. આ ગીતમાં ખલાસી શબ્દનો અર્થ નાવિક થાય છે. જે સતત કંઈક નવું કરવા માટે ઉત્સુક હોય છે. આદિત્ય ગઢવીએ 29 વર્ષની ઉંમરે ખલાસી ગીત ગાઈને ખૂબ જ ખ્યાતિ મેળવી છે.