PM મોદીએ ત્રીજી ટર્મમાં ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં ટોપ-3માં લાવવાનું વચન આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સ ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PM મોદીએ ખાતરી આપી હતી કે તેમના ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ટોપ-3   અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. PM મોદીએ ઉમેર્યું હતું કે તેઓ દેશના લોકોને ખાતરી આપવા માંગે છે કે 2024 પછી જ્યારે એનડીએ સરકાર સત્તામાં આવશે, ત્યારે વિકાસની ગતિ ઘણી ઝડપી હશે. […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સ ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PM મોદીએ ખાતરી આપી હતી કે તેમના ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ટોપ-3   અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. PM મોદીએ ઉમેર્યું હતું કે તેઓ દેશના લોકોને ખાતરી આપવા માંગે છે કે 2024 પછી જ્યારે એનડીએ સરકાર સત્તામાં આવશે, ત્યારે વિકાસની ગતિ ઘણી ઝડપી હશે.

PM મોદીએ તેમની કેન્દ્ર સરકારની કેટલીક ઉપલબ્ધિઓ જણાવતા કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કહી રહી છે કે ભારતમાં અત્યંત ગરીબી ખતમ થવાના આરે છે. તેમણે વધુમાં કહ્યું કે આ દર્શાવે છે કે છેલ્લા 9 વર્ષમાં જે નિર્ણયો અને નીતિઓ લાગુ કરાઈ છે, તે દેશને સાચી દિશામાં લઈ જઈ રહી છે. 

પ્રગતિ મેદાનમાં નવા ઉદ્ઘાટન કરાયેલ IECC કોમ્પ્લેક્સમાં ભીડને સંબોધિત કરતી વખતે, PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કેટલાક લોકો સારા કાર્યોને રોકવા અને ટિપ્પણી કરવાની વૃત્તિ ધરાવે છે.

PM મોદીએ કહ્યું કે જ્યારે ‘કર્તવ્યપથ’ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે અખબારોના પહેલા પાના પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે ઘણી બધી બાબતો છપાતી હતી. કોર્ટમાં પણ આ મુદ્દાને લઇ જવામાં આવ્યો પરંતુ જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે તે જ લોકોએ કહ્યું કે તે સારો છે. મને ખાતરી છે કે ટીમ ‘ભારત મંડપમ’ને પણ સ્વીકારશે અને એ પણ શક્ય છે કે તેઓ અહીં સેમિનારમાં પ્રવચન આપવા આવે.

વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક, સૌથી ઊંચા રેલવે બ્રિજ, 10,000 ફૂટ લાંબી ટનલ, સૌથી ઉંચો મોટરેબલ રોડ, સૌથી મોટી પ્રતિમા અને દેશમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનું ઉદાહરણ આપતા PM મોદીએ જણાવ્યું હતું કે, “આજે ભારત ઊંચા વિચારો, મોટા સપના જુઓ, મોટું કામ કરોના સિદ્ધાંત પર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.”  

તેમણે જણાવ્યું કે 2014 પહેલા, દર મહિને 600m મેટ્રો લાઈન નાખવામાં આવતી હતી, જ્યારે આજે દર મહિને 6km મેટ્રો લાઈન નાખવામાં આવી રહી છે,  2014 પહેલા માત્ર 400,000 કિમી ગ્રામીણ રસ્તાઓ હતા જે આજે દેશમાં 725,000 કિમી છે.  

PM મોદીએ તેમના ભાષણ દરમિયાન કારગિલ વિજય દિવસ 2023નો ઉલ્લેખ કર્યો અને કારગિલ યુદ્ધના શહિદોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ બુધવારે લોકોને સંબોધિત કરતા કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આજે કારગીલ વિજય દિવસ છે. આપણા બહાદુર પુત્રો અને પુત્રીઓએ દેશના દુશ્મનોને પરાસ્ત કર્યા. હું કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનાર દરેક શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”