PM મોદી 17 સપ્ટેમ્બરે કારીગરો માટે PM વિશ્વકર્મા યોજના શરૂ કરશે

PM મોદી 17 સપ્ટેમ્બરે કારીગરો અને કામદારોને સમર્થન આપવા માટે PM વિશ્વકર્મા યોજના શરૂ કરવા માટે તૈયાર છે. PM મોદી દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા દિવસના શુભ અવસર પર શરૂ થનારી “PM વિશ્વકર્મા યોજના” ની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં […]

Share:

PM મોદી 17 સપ્ટેમ્બરે કારીગરો અને કામદારોને સમર્થન આપવા માટે PM વિશ્વકર્મા યોજના શરૂ કરવા માટે તૈયાર છે. PM મોદી દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા દિવસના શુભ અવસર પર શરૂ થનારી “PM વિશ્વકર્મા યોજના” ની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

PM વિશ્વકર્મા યોજનામાં કારીગરોને પ્રોત્સાહન પેટે ₹15,000 મળશે

MSME મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રેઝન્ટેશન દર્શાવે છે કે PM વિશ્વકર્મા યોજના હેઠળ, લાભાર્થીઓને વ્યાજના રાહત દરે કોલેટરલ ફ્રી એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ લોન સિવાય, ઈ-વાઉચર અથવા eRUPI દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે ₹15,000 મળશે. વધુમાં, કારીગરોને દર મહિને વધુમાં વધુ 100 ટ્રાજેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹1 નું પ્રોત્સાહન પણ મળશે.

કારીગરોએ કૌશલ્ય ચકાસણીના તબક્કામાંથી પસાર થવું પડશે અને ત્યારબાદ પાંચ દિવસના તાલીમ સત્રમાંથી પસાર થવું પડશે. પ્રેઝન્ટેશન દર્શાવે છે કે તેઓ 15 કે તેથી વધુ દિવસો માટે અદ્યતન તાલીમ સત્ર કારીગરોને પ્રદાન કરશે અને તાલીમ સમયગાળા દરમિયાન કારીગરોને પ્રતિ દિવસ ₹ 500નું સ્ટાઈપેન્ડ મળશે.

PM વિશ્વકર્મા યોજનામાં ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, જાહેરાત, પ્રચાર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ₹ 250 કરોડનું ભંડોળ પણ છે.

આ યોજના 13 હજાર કરોડના ખર્ચે મંજૂર થઈ

PM વિશ્વકર્મા યોજનાને આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA) દ્વારા 16 ઓગસ્ટના રોજ પાંચ વર્ષ (FY24-28)ના સમયગાળા માટે ₹ 13,000 કરોડના ખર્ચ સાથે મંજૂર કરવામાં આવી હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે PM વિશ્વકર્મા યોજના હેઠળ, કારીગરો અને શિલ્પકારોને PM વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે, જેમાં 5% ના રાહત વ્યાજદર સાથે ₹ 1 લાખ (પ્રથમ તબક્કામાં) અને ₹ 2 લાખ (બીજા તબક્કામાં) સુધીની ક્રેડિટ સહાય આપવામાં આવશે. 

પ્રેઝન્ટેશનમાં કન્સેશનલ વ્યાજ દર 8% સુધી વ્યાજ સબવેન્શન કેપને આધીન હશે અને ક્રેડિટ દેખરેખ કમિટી હાલના વ્યાજ દરોને અનુરૂપ સબવેન્શન કેપમાં સુધારો કરી શકે છે.

PM વિશ્વકર્મા યોજના દેશભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને સહાય પૂરી પાડશે અને 18 પરંપરાગત વેપારોને પ્રારંભિક લાભાર્થી ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. જેમાં સુથાર, હોડી બનાવનારા, લુહાર, ટૂલ કીટ બનાવનારા, તાળા બનાવનારા, સોની, કુંભાર, શિલ્પકાર, પથ્થર તોડનારા, મોચી, કડિયા, પરંપરાગત રમકડા બનાવનારા, વાળંદ અને દરજીનો સમાવેશ થાય છે. 

PM વિશ્વકર્મા યોજનામાં પાત્રતાની આવશ્યકતાઓમાં ઓછામાં ઓછી 18 વર્ષની વયનો સમાવેશ થાય છે અને અરજદારોએ સમાન ક્રેડિટ આધારિત સ્વ-રોજગાર યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP), પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ, મુદ્રા યોજના જેવી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારની અને કેન્દ્રીય યોજના હેઠળ લોન લીધી ન હોવી જોઈએ.