PM મોદી ફ્રાન્સ બાદ UAEની મુલાકાતે

ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી, PM મોદી 15 જુલાઈના રોજ UAEના પ્રવાસે જવાના છે. એક સત્તાવાર નિવેદનમાં, PM મોદીએ ભારત અને UAE વચ્ચે ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક જોડાણ પર ભાર મૂક્યો હતો. તેઓ આ પ્રવાસ દરમિયાન UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ભારતથી […]

Share:

ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી, PM મોદી 15 જુલાઈના રોજ UAEના પ્રવાસે જવાના છે. એક સત્તાવાર નિવેદનમાં, PM મોદીએ ભારત અને UAE વચ્ચે ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક જોડાણ પર ભાર મૂક્યો હતો. તેઓ આ પ્રવાસ દરમિયાન UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે.

ભારતથી પ્રસ્થાન કરતા પહેલા એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીની મુલાકાત તેમજ તેમના મિત્ર અને, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાતની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ફ્રાન્સમાં તેમના રોકાણ દરમિયાન મળેલા આતિથ્યપૂર્ણ સ્વાગતનો સ્વીકાર કર્યો હતો તેમજ આ મુલાકાતને યાદગાર બનાવવા માટે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ફ્રાન્સમાં આ મુલાકાત દરમિયાન, PM મોદી રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર, બેસ્ટિલ ડેની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે જોડાયા હતા. બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લઈને પીએમ મોદીએ આ મુલાકાતને ખાસ બનાવી હતી. તેમણે ભારતીય ટુકડીને પરેડમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવતા જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ટ્વિટર પર રાષ્ટ્રપતિ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો પ્રેમ અને સન્માન-સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે.

વિદેશી નેતાઓને બેસ્ટિલ ડેની ઉજવણી માટે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવે તે અસામાન્ય છે. વિદેશી માર્ચિંગ ટુકડીઓ અને તેમાં ભાગ લેનાર વિદેશી વિમાનો પણ દુર્લભ છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે સારા સંબંધો છે જેના કારણે, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ બેસ્ટિલ ડેની ઉજવણીમાં પ્રતિષ્ઠિત લુવર મ્યુઝિયમમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમ ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં, લશ્કરી બેન્ડની આગેવાની હેઠળ 241 સભ્યોની ત્રિ-સેવા ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીએ ભાગ લીધો હતો. પંજાબ રેજિમેન્ટ અને રાજપુતાના રાઇફલ્સ રેજિમેન્ટ મોખરે રહીને આ પરેડમાં ભાગ લીધો હતો.

 આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ભારતમાં વ્યાપાર ક્ષેત્રમાં વિવિધ કમ્પનીઓને આમંત્રણ આપવા વિવિધ પ્રતિષ્ઠિત CEOને પણ મળ્યા હતા. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની તેમની આ બેઠકને સફળ ગણાવી કારણ કે બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સના વ્યાપાર ક્ષેત્રની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમેણે ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, AI, સેમિકન્ડક્ટર્સ  જેવા ભાવિ ક્ષેત્રોમાં ફ્રાન્સ તરફથી ભારતને વધુ સહકાર મળે તે માટેની વિવિધ રીતો પર ચર્ચા કરી.