પીએમ મોદીને ગ્રીસના ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા

ભારતના પીએમ મોદીને શુક્રવારે એથેન્સમાં એક સમારોહ દરમિયાન ગ્રીકના રાષ્ટ્રપતિ કેટેરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. જે ભારત અને ગ્રીસ ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરતું વિશેષ સન્માન છે. આ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનો અને પ્રખ્યાત વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે […]

Share:

ભારતના પીએમ મોદીને શુક્રવારે એથેન્સમાં એક સમારોહ દરમિયાન ગ્રીકના રાષ્ટ્રપતિ કેટેરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. જે ભારત અને ગ્રીસ ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરતું વિશેષ સન્માન છે. આ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનો અને પ્રખ્યાત વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે તેમના વિશિષ્ટ સ્થાનના કારણે, ગ્રીસના કદને વધારવામાં યોગદાન આપ્યું છે. 

પીએમ મોદીને મળ્યું ગ્રીસનું સન્માન

પીએમ મોદીએ ગ્રીસના લોકો અને દેશની સરકારનો “ભારત પ્રત્યે ગ્રીસના લોકોનું સન્માન” દર્શાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર આપવા બદલ હું રાષ્ટ્રપતિ કેટેરીના સાકેલારોપોલો, સરકાર અને ગ્રીસના લોકોનો આભાર માનું છું. આ દર્શાવે છે કે ગ્રીસના લોકો ભારત પ્રત્યે કેટલો આદર ધરાવે છે.”

પીએમ મોદીને આપવામાં આવેલા સન્માનના પ્રશસ્તિપત્રમાંમાં કહેવામાં આવ્યું છે કે, “પીએમ મોદીના વ્યક્તિત્વમાં ભારતના મૈત્રીપૂર્ણ લોકોને સન્માન આપવામાં આવ્યું છે.”

પ્રશસ્તિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “આ મુલાકાતના અવસર પર, ગ્રીક રાજ્ય ભારતના પીએમ મોદીનું ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર દ્વારા સન્માન કરે છે, એક એવા રાજનેતા કે જેમણે અથાકપણે તેમના દેશની વૈશ્વિક પહોંચને પ્રોત્સાહન આપ્યું છે અને જેઓ ભારતની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે વ્યવસ્થિત રીતે કામ કરે છે, ઘણા સુધારાઓ લાવે છે. એક એવા રાજનેતા કે જેમણે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પરિવર્તનને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિની ટોચની પ્રાથમિકતાઓમાં લાવ્યું છે.” 

ગ્રીસના ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરની સ્થાપના 1975 માં કરવામાં આવી હતી. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર એથેન્સમાં રહેલા પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી ગ્રીકની રાજધાની પહોંચ્યા હતા. 

છેલ્લા 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પ્રથમ મુલાકાત છે. ગ્રીસની છેલ્લી ઉચ્ચ-સ્તરીય મુલાકાત સપ્ટેમ્બર 1983માં થઈ હતી જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ગ્રીસનો પ્રવાસ કર્યો હતો.

પીએમ મોદીને દુનિયાભરના દેશોએ સન્માનિત કર્યા છે. તાજેતરમાં, જુલાઈમાં તેમની પેરિસની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન દ્વારા ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.

પીએમ મોદી શુક્રવારે સવારે સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત માટે યુરોપિયન દેશ પહોંચ્યા હતા. ગ્રીસમાં સરકારના વડાઓ ઉપરાંત પીએમ મોદી બંને દેશોના બિઝનેસ લીડર્સ અને ગ્રીસમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

પીએમ મોદી, જેઓ ગ્રીસની એક દિવસીય મુલાકાતે છે, શુક્રવારે દક્ષિણ આફ્રિકાથી એથેન્સ પહોંચ્યા હતા જ્યાં તેમણે 15મી BRICS સમિટમાં ભાગ લીધો હતો અને તેમને દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.