RAPIDX Train: વડાપ્રધાન મોદી દિલ્હીમાં ટ્રેનના પ્રથમ તબક્કાને આપશે ગ્રીન સિગ્નલ, 12 મિનિટમાં કપાશે 17 કિમી અંતર

RAPIDX Train: દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ RAPIDX ટ્રેન (RAPIDX Train)ને વડાપ્રધાન મોદી આગામી 18થી 21 ઓક્ટોબરની વચ્ચે દિલ્હી ખાતે લીલી ઝંડી બતાવશે. દિલ્હી અને એનસીઆરમાં રહેતા લોકોએ હવે વધુ સમય સુધી RAPIDX ટ્રેનની રાહ નહીં જોવી પડે.  વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે નવરાત્રી દરમિયાન સાહિબાબાદ સ્ટેશન ખાતેથી RAPIDX ટ્રેન (RAPIDX Train)નું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા […]

Share:

RAPIDX Train: દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ RAPIDX ટ્રેન (RAPIDX Train)ને વડાપ્રધાન મોદી આગામી 18થી 21 ઓક્ટોબરની વચ્ચે દિલ્હી ખાતે લીલી ઝંડી બતાવશે. દિલ્હી અને એનસીઆરમાં રહેતા લોકોએ હવે વધુ સમય સુધી RAPIDX ટ્રેનની રાહ નહીં જોવી પડે. 

વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે નવરાત્રી દરમિયાન સાહિબાબાદ સ્ટેશન ખાતેથી RAPIDX ટ્રેન (RAPIDX Train)નું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. ઉપરાંત વડાપ્રધાન મોદી એક જનસભાને સંબોધિત કરે તેવી પણ શક્યતા છે. આ માટેની તૈયારીને લઈ સોમવારે જિલ્લાના અધિકારીઓએ RAPIDXમાં મુસાફરી કરવાની સાથે સાથે સ્ટેશન અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી.

RAPIDXનો સાહિબાબાદથી દુહાઈ સુધીનો પ્રથમ ફેઝ બનીને તૈયાર થઈ ગયો છે. 17 કિમી લાંબા આ રૂટ પર આ વર્ષના જાન્યુઆરી મહિનાથી RAPIDX ટ્રેન (RAPIDX Train)નું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ રૂટના તમામ સ્ટેશન તૈયાર થઈ ગયા છે અને કર્મચારીઓ પણ તેમાં સવાર થવા લાગ્યા છે. વડાપ્રધાન પોતાના ગાઝિયાબાદ પ્રવાસ દરમિયાન RAPIDX ટ્રેનનું ઉદ્ઘાટન કર્યા બાદ ગાઝિયાબાદના વસુંધરા ખાતે સેક્ટર-8માં જનસભાને સંબોધિત કરશે. 

વધુ વાંચો: PM મોદીએ 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી

ઉપરાંત વડાપ્રધાન મોદી પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને ભવનની ચાવી પણ સોંપશે. આ માટે જીડીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી આ અંગેની સત્તાવાર તારીખની જાહેરાત નથી કરવામાં આવી. RAPIDX રેલ કોરિડોર પર સાહિબાબાદથી દુહાઈ સુધીના 17 કિમી લાંબા ફેઝમાં મુસાફરો આગામી સપ્તાહથી મુસાફરીનો આનંદ માણી શકશે. 

ખૂબ પ્રાથમિકતા ધરાવતા આ ફેઝનું કામકાજ પૂર્ણ કર્યા બાદ એનસીઆરટીસી દ્વારા દુહાઈથી મેરઠ સાઉથ સુધીના બીજા ફેઝનું કામ તેજ કરી દેવામાં આવ્યું છે. 25 કિમી લાંબા આ રૂટ પર એસ્કેલેટર, ટ્રેક અને ઓએચઈ લાઈનનું કામ 50 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. 

વધુ વાંચો: તમામ નવી વંદે ભારત ટ્રેન પર દોડતા ચિત્તાનાં ચિન્હનો લોગો

RAPIDX (RAPIDX Train) દ્વારા સાહિબાબાદથી દુહાઈ સુધીનું 17 કિમીનું અંતર માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. ટ્રેનની સરેરાશ ઝડપ 100 કિમી હશે. એનસીઆરટીસીના કહેવા પ્રમાણે 2025 સુધીમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ વચ્ચેની RAPIDX ટ્રેનનું પરિચાલન શરૂ કરી દેવાશે. વડાપ્રધાન મોદીએ 8 માર્ચ, 2019ના રોજ RAPIDX રેલના દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર માટે પાયો નાખ્યો હતો. 

જાણો કઈ રીતે દિલ્હી મેટ્રોથી હશે અલગ

પ્રથમ તબક્કામાં આ વર્ષે જૂન મહિનામાં RAPIDX ટ્રેન ચલાવવા માટેની યોજના હતી પરંતુ કામ પૂર્ણ ન થઈ શકવાના કારણે તેમાં અવરોધ આવ્યો હતો. RAPIDX સેવા (RAPIDX Train)ની શરૂઆત બાદ દિલ્હી અને એનસીઆરના લોકોને ખૂબ ફાયદો થશે. ખાસ કરીને પૂર્વીય દિલ્હી, ગાઝિયાબાદ, સાહિબાબાદ, બુલંદશહર, બાગપત, શામલી અને મેરઠની મુસાફરી માટે લોકોના સમય અને પૈસાની બચત થશે.

ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.  RAPIDX ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે પરંતુ હાલ તેની ગતિ મર્યાદા 100 કિમી પ્રતિ કલાકની રાખવામાં આવી છે. RAPIDX ટ્રેન દરેક સ્ટેશન પર 5થી 10 મિનિટ માટે ઉપલબ્ધ રહેશે. રાત્રે માત્ર 6 કલાક માટે જ આ ટ્રેનનું પરિચાલન બંધ કરવામાં આવશે.