PM Modi: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા પ્રમોદ મહાજનના નામે 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો (rural skill development centres)નું ઉદ્ઘાટન કરશે. એક સત્તાવાર નિવેદન મુજબ મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા પ્રમોદ મહાજનના નામે 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો (rural skill development centres)નું ઉદ્ઘાટન કરશે. એક સત્તાવાર નિવેદન મુજબ મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દરેક કેન્દ્ર ઓછામાં ઓછા બે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લગભગ 100 યુવાનોને તાલીમ આપશે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ હેઠળ સૂચિબદ્ધ ઉદ્યોગ ભાગીદારો અને એજન્સીઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

વધુ વાંચો: ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન

નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો (rural skill development centres)ની સ્થાપનાથી પ્રદેશને વધુ સક્ષમ અને કુશળ માનવશક્તિ વિકસાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરવામાં મદદ મળશે. પ્રમોદ મહાજન ભાજપના અગ્રણી રાષ્ટ્રીય નેતા હતા. 2006માં 56 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

રાજ્યના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, “અત્યાર સુધી મહારાષ્ટ્રની 28 હજાર ગ્રામ પંચાયતોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર નહોતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કૌશલ્ય વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. અમે 500 ગ્રામ પંચાયતોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવાનું નક્કી કર્યું છે.”  

પ્રભાત લોઢાએ વધુમાં જણાવ્યું હતું કે આ ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો (rural skill development centres) યુવાનોને રોજગાર માટે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરતા અટકાવવામાં મદદ કરશે. ભવિષ્યમાં આવા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

વધુ વાંચો:રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ઈઝરાયલની ચિંતા વધારે હોવાનો કટાક્ષ કર્યો

PM Modi એ રાજ્યની પહેલ પર ધ્યાન આપ્યું: એકદનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રાજ્યની પહેલ પર ધ્યાન આપ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાની વિનંતી નમ્રતાપૂર્વક સ્વીકારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમ દ્વારા પ્રમોદ મહાજનને સમર્પિત આ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે.”

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે યુવાનોને રોજગારી આપવા અને ગ્રામીણ વિકાસમાં સહભાગી થવા માટે આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આ પહેલનું ઉદ્ઘાટન આપણા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ મંત્રાલય ઉપરાંત, આ પહેલમાં મહેસૂલ, ઉદ્યોગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગોની ભાગીદારી સામેલ છે.

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 2015માં વિશ્વ યુવા કૌશલ્ય દિવસના અવસર પર શરૂ કર્યું હતું. આ મિશન પ્રદેશો અને રાજ્યોમાં કૌશલ્ય પ્રશિક્ષણ પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે વિકસાવવામાં આવ્યું છે.