PM Modi 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે

PM Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત (Gujarat)ની મુલાકાત લેવાના છે. તેઓ 30 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં સ્થિત ખેરાલુ વિધાનસભા બેઠકના અરાઠી ગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને 31 ઓક્ટોબરે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી (PM Modi) તેમના વતન, વડનગરની નજીક સ્થિત ખેરાલુમાં એક […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત (Gujarat)ની મુલાકાત લેવાના છે. તેઓ 30 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં સ્થિત ખેરાલુ વિધાનસભા બેઠકના અરાઠી ગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને 31 ઓક્ટોબરે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી (PM Modi) તેમના વતન, વડનગરની નજીક સ્થિત ખેરાલુમાં એક કાર્યક્રમમાં શિલાન્યાસ અને પૂર્ણ થયેલ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરે તેવી અપેક્ષા છે. તેઓ આ વિસ્તારમાં જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડા સીઆર પાટીલે તાજેતરમાં જ આ વિસ્તારની મુલાકાત લીધી હતી જે ઉત્તર ગુજરાતના પાટણ લોકસભા મતવિસ્તારમાં આવે છે અને પીએમ મોદીની મુલાકાત અને જાહેર સભાની તૈયારીઓ અંગે પાર્ટી સંગઠનની બેઠક યોજી હતી.

વધુ વાંચો: PM મોદીએ પ્રથમ RapidX ટ્રેનના RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી (PM Modi)ના પ્રવાસ કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ એકતાનગર (કેવડિયા કોલોની)ની મુલાકાતનો સમાવેશ થાય છે. અહીં, તેઓ સરદાર પટેલની જન્મજયંતિની યાદમાં એકતા દિવસ, જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

પીએમ મોદી અહીં એક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દર વર્ષે અહીં એકતા પરેડનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2019, 2020 અને 2022માં કેવડિયામાં એકતા પરેડ યોજાઈ હતી ત્યારે પણ પીએમ મોદી ઉપસ્થિત રહ્યાં હતા અને આ વર્ષે પણ તેઓ ભારતના અર્ધલશ્કરી દળોની એકતા દિવસની પરેડના સાક્ષી બનશે.

31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં BSF, CISF, ગુજરાત પોલીસ, દેશની વિવિધ સુરક્ષા એન્જસીઓ અને NCC ભાગ લેશે. ગયા વર્ષે જ્યારે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં પહેલીવાર એરફોર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને એર શો યોજાયો હતો.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત (Gujarat)ની મુલાકાતે છે. અમિત શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે IFFCOના નવા DAP (ડાયમોનિયમ ફોસ્ફેટ) પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

વધુ વાંચો:કચ્છના ધોરડો ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ

ભાજપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના માણસામાં એસડી આર્ટસ અને બીઆર કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ DAP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા સાણંદમાં એક કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે.

ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયમાં પીએમ મોદી (PM Modi)નો આ બીજો ગુજરાત પ્રવાસ છે. પીએમ મોદી આ પહેલા 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાત (Gujarat)ની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.