ટ્વિટર  પર રાજકીય નેતાઓએ તિરંગાનો DP બદલતાં બ્લૂ ટિક માર્ક ગુમાવ્યું, જાણો તેનું કારણ

ભારતના 77મા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને, PM મોદીએ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર તિરંગાનો DP રાખ્યો છે. તેમણે અન્ય યુઝર્સને પણ તેમનો પ્રોફાઈલ પિક્ચર બદલવા વિનંતી કરી હતી. સ્વતંત્રતા દિવસ જેવા ખાસ પ્રસંગોએ પ્રોફાઈલ પિક્ચર બદલવું એ મોટી વાત નથી. જો કે, ટ્વિટરના નવા નિયમો વેરિફાઈડ યુઝર્સ માટે લાગુ કરવામાં આવ્યા હોવાથી, તે મુશ્કેલ […]

Share:

ભારતના 77મા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને, PM મોદીએ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર તિરંગાનો DP રાખ્યો છે. તેમણે અન્ય યુઝર્સને પણ તેમનો પ્રોફાઈલ પિક્ચર બદલવા વિનંતી કરી હતી. સ્વતંત્રતા દિવસ જેવા ખાસ પ્રસંગોએ પ્રોફાઈલ પિક્ચર બદલવું એ મોટી વાત નથી. જો કે, ટ્વિટરના નવા નિયમો વેરિફાઈડ યુઝર્સ માટે લાગુ કરવામાં આવ્યા હોવાથી, તે મુશ્કેલ બની જાય છે. ઘણા અગ્રણી રાજકીય નેતાઓએ તેમના પ્રોફાઈલ પિક્ચરને બદલીને તિરંગાનો DP લગાવ્યા પછી તેમના બ્લુ અથવા ગોલ્ડ ચેકમાર્ક ગુમાવ્યા છે. 

તિરંગાનો DP રાખતાં અનેક મુખ્યમંત્રીઓએ ગોલ્ડ ટીકમાર્ક ગુમાવ્યું

ગોલ્ડ ટીક ગુમાવનારા કેટલાક અગ્રણી નેતાઓમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધમ્મી અને ગોવાના મુખ્યમંત્રી ડૉ પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે. X પ્લેટફોર્મ પર ઘણા વેરિફાઈડ યુઝર્સને સમજાયું છે કે તેમના પ્રોફાઈલ પિક્ચરને તિરંગામાં બદલવાથી તેમની પ્રખ્યાત બ્લુ ટિક દૂર થઈ શકે છે.  

શા માટે તિરંગાનો DP રાખતાં બ્લુ અને ગોલ્ડ ટિક દૂર થઈ જાય છે?

ટ્વિટર કે જેને ‘X પ્રીમિયમ’ તરીકે રિબ્રાન્ડ કરવામાં આવ્યું છે તેણે ગયા વર્ષના અંતમાં બ્લુ ટીક આપવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. ઓળખ, વ્યવસાય અને લોકપ્રિયતાના આધારે સાર્વજનિક વ્યક્તિત્વને વેરીફાઈ કરવાને બદલે, ટ્વિટરે યુઝર્સને બ્લુ ટીક માટે ચાર્જ કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં, જો તમે Android એપ્લિકેશન અથવા iOS એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરો છો તો તમારે દર મહિને 900 રૂપિયા અને જો તમે વેબસાઇટ દ્વારા ચૂકવણી કરો છો તો 650 રૂપિયા ચૂકવવા પડશે. 

ઘણા નવા યુઝર્સે બ્લુ ટીક ખરીદવાનું નક્કી કર્યું અને ઘણા યુઝર્સ સેલિબ્રિટી અથવા રાજકારણીઓ જેવા જ નામોનો ઉપયોગ કરે છે તે ધ્યાનમાં લેતા, બ્લુ ટીક ખોટી માહિતી ફેલાવવાનું કારણ બને છે. ટ્વિટરે પછી આ જ પરિસ્થિતિને ટાળવા માટે નવી માર્ગદર્શિકા રજૂ કરવાનું નક્કી કર્યું. 

X પ્રીમિયમ લિસ્ટિંગ અનુસાર, “પ્રોફાઈલ પિક્ચર, ડિસ્પ્લે નેમ અથવા યુઝરનેમ (@હેન્ડલ) માં કરવામાં આવેલ કોઈપણ ફેરફારો અસ્થાયી રૂપે બ્લુ ચેકમાર્કને રદ કરશે જ્યાં સુધી અમે તપાસ ન કરીએ અને તમારું એકાઉન્ટ હજુ પણ અમારા નિયમોનું પાલન કરે છે તેની ખાતરી ન કરીએ ત્યાં સુધી આવું થશે. આ સમીક્ષા સમયગાળા દરમિયાન પ્રોફાઈલ પિક્ચર, ડિસ્પ્લે નેમ અથવા યુઝરનેમમાં વધુ ફેરફારો કરી શકશો નહીં.”   

એકવાર X ટીમ ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઈબ એકાઉન્ટની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે તે જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે નહી, ત્યારબાદ ચેકમાર્ક ફરીથી દેખાશે.