વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ રક્ષાબંધન પર તેમને ‘રાખડી’ બાંધવા માટે દિલ્હી જશે

રક્ષાબંધનના શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ તેમને ‘રાખડી’ બાંધવા માટે દિલ્હી જવાના છે. કમર મોહસીન શેખ, પાકિસ્તાની મૂળની મહિલા કે જેઓ તેમના લગ્ન પછી અમદાવાદ આવી ગયા હતા, તેઓ છેલ્લા 30 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે. રોગચાળાને કારણે, તે છેલ્લા કેટલાક વર્ષોથી વડાપ્રધાનને મળવા માટે અસમર્થ હતા પરંતુ […]

Share:

રક્ષાબંધનના શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ તેમને ‘રાખડી’ બાંધવા માટે દિલ્હી જવાના છે. કમર મોહસીન શેખ, પાકિસ્તાની મૂળની મહિલા કે જેઓ તેમના લગ્ન પછી અમદાવાદ આવી ગયા હતા, તેઓ છેલ્લા 30 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે. રોગચાળાને કારણે, તે છેલ્લા કેટલાક વર્ષોથી વડાપ્રધાનને મળવા માટે અસમર્થ હતા પરંતુ પીએમ મોદીને પોસ્ટ દ્વારા ઘરે બનાવેલી ‘રાખડી’  મોકલીને પરંપરા ચાલુ રાખી હતી. ગયા વર્ષે પણ તેમણે પીએમ મોદીને પવિત્ર દોરો મોકલ્યો હતો અને 2024ની સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી. 

આ વર્ષે, કમર મોહસીન શેખ પીએમ મોદીને રૂબરૂ મળીને રક્ષાબંધનની ઉજવણી કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદીના વાંચન પ્રત્યેના શોખને ધ્યાનમાં રાખીને કમર મોહસીન શેખ તેમને કૃષિ પરનું એક પુસ્તક ભેટમાં આપવાની પણ યોજના ધરાવે છે. કમર મોહસીન શેખ પીએમ મોદીને રાખડી બાંધવા 28 ઓગસ્ટે દિલ્હી જવા રવાના થશે.  

પીએમ મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે જણાવ્યું કે, “આ વખતે મેં જાતે ‘રાખડી’ બનાવી છે. રાખડીની વચ્ચે આંખ મૂકી છે જેનો હેતુ છે કે પીએમ મોદીને કોઈની નજર ના લાગે. હું તેમને ખેતી વિષયક પુસ્તક પણ ભેટમાં આપીશ કારણ કે તેઓ વાંચવાના શોખીન છે. છેલ્લા 2-3 વર્ષથી હું કોવિડને કારણે જઈ શકી ન હતી, પરંતુ આ વખતે હું તેમને રૂબરૂ મળીશ.”

કમર મોહસીન શેખે કહ્યું, ”હું દરરોજ પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. હું માનું છું કે મારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. અગાઉ મેં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે પ્રાર્થના કરી હતી અને તેઓ બન્યા હતા.” 

તેમણે કહ્યું, “જ્યારે પણ હું રાખડી બાંધતી ત્યારે હું તેમને વડાપ્રધાન બનવાની મારી ઈચ્છા વ્યક્ત કરતી હતી. તેમનો પ્રતિભાવ હંમેશા હકારાત્મક રહેતો અને તેઓ કહેતા કે ભગવાન તમારી બધી ઈચ્છા પૂર્ણ કરશે. તેઓ દેશ માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે.”

કમર મોહસીન શેખે કહ્યું કે, વર્ષ 1986થી પીએમ મોદી સાથે અમારો સબંધ છે. રાજ્યપાલ ડોકટર સ્વરૂપસિંહ એરપોર્ટથી રવાના થઈ રહ્યા હતા ત્યારે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે કમર મોહસીન શેખ મારી દીકરી છે એ સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું આજથી કમર મોહસીન શેખ મારા બહેન છે. કમર મોહસીન શેખે જણાવ્યું કે પીએમ મોદી જ્યારે RSSના કાર્યકર હતા તે સમયે તેમણે પહેલીવાર રાખડી બાંધી હતી.

રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેના પ્રેમના બંધનનું પ્રતીક છે અને આ વર્ષે તે 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.