પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 7 નવા મેગા ટેક્સ્ટાઈલ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી

પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ખુશીના સમાચાર આપ્યા  છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત અન્ય સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની પરવાનગી આપી છે. આ યોજનાથી હવે દેશ-વિદેશમાં ભારતના વસ્ત્રો અને ફેબ્રિકનો ડંકો વાગશે. ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી કાપડ ઉદ્યોગ ક્ષેત્રે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ થવાની સાથે સાથે મોટા પ્રમાણમાં નવી રોજગારી […]

Share:

પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ખુશીના સમાચાર આપ્યા  છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત અન્ય સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની પરવાનગી આપી છે. આ યોજનાથી હવે દેશ-વિદેશમાં ભારતના વસ્ત્રો અને ફેબ્રિકનો ડંકો વાગશે. ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી કાપડ ઉદ્યોગ ક્ષેત્રે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ થવાની સાથે સાથે મોટા પ્રમાણમાં નવી રોજગારી પણ ઉત્પન્ન થશે. દેશના આ સાત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકાનો સમાવેશ થાય છે જયારે ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાસી – બોરસી ખાતે એક પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વાત બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે કામગીરી શરુ કરવામાં આવશે.

પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કનું મુખ્ય હેતુ 5F (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન) અનુરૂપ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે.પી.એમ. નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે,” આ ટેક્સટાઇલ પાર્ક કાપડ ક્ષેત્ર માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ “મેક ઈન ઇન્ડિયા” અને “મેક ફોર ધ વર્લ્ડ” નું ઉત્તમ ઉદાહરણ પુરવાર થશે. ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે, કાપડ ઉદ્યોગમાં અત્યાર સુધીમાં લગભગ  ૧૫૩૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર યોજનાના ભાગરૂપે, સરકારે ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, રોકાણ આકર્ષવા, નિકાસ વધારવા, ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં એકીકૃત કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી, 2022 થી ફેબ્રુઆરી 28, 2022 સુધી પોર્ટલ દ્વારા કાપડ માટેની PLI યોજના હેઠળ ૬૭ અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી ૬૪ અરજદારોની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે મિત્ર યોજનાને મંજૂરી આપી છે અને આગામી પાંચ વર્ષમાં આ યોજના હેઠળ કુલ 4,445 કરોડ રૂપિયા ખર્ચવાની સરકારની યોજના છે. આ પાર્ક પીપીપી મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. 

PM મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક લાખો લોકોને રોજગાર આપશે. પ્રાથમિક અંદાજ મુજબ આ યોજનાથી દેશમાં 14 લાખ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. આ ટેક્સટાઇલ પાર્કમાં ફેબ્રિકના પ્રોડક્શનથી લઇને ડિઝાઈનિંગ તેમજ માર્કેટિંગથી લઇને એક્સપોર્ટ સુધીની બધી કામગીરી એક જ સ્થળે થશે. હાલમાં ભારત વિશ્વમાં ટેક્સટાઇલનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે.