PM Narendra Modi: કોંગ્રેસે તમને પાણી માટે તરસાવ્યા, હવે તેને 100 વર્ષ સુધી સત્તા માટે તરસવા દો

PM Narendra Modi: મધ્ય પ્રદેશમાં આગામી ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સતના, છતરપુર અને નીમચ ખાતે સભાઓ યોજીને ભાજપ માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર બરાબરનું નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસ આવી, તબાહી લાવી એવો નારો પણ આપ્યો હતો.  PM Narendra Modiની ગર્જના વડાપ્રધાન […]

Share:

PM Narendra Modi: મધ્ય પ્રદેશમાં આગામી ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સતના, છતરપુર અને નીમચ ખાતે સભાઓ યોજીને ભાજપ માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર બરાબરનું નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસ આવી, તબાહી લાવી એવો નારો પણ આપ્યો હતો. 

PM Narendra Modiની ગર્જના

વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ મધ્ય પ્રદેશના સતના અને નીમચ ખાતે ચૂંટણી સભાઓ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ઘેરી હતી. વડાપ્રધાને છતરપુર ખાતે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે, કોંગ્રેસે તમને પાણીના એક એક ટીપાં માટે તરસાવ્યા હતા. હવે તમે તેને 100 વર્ષ સુધી સત્તા માટે તરસવા દો ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે, આ વખતે મધ્ય પ્રદેશની ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે અને માતાઓ-બહેનો આ વખતનું પરિણામ નક્કી કરશે. મતદાનને અમુક જ દિવસોની વાર છે પણ તે પહેલા જ કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે. હવા નીકળી જાય એટલે ફુગ્ગો અવાજ સાથે આમતેમ ઉડે છે એવી જ હાલત કોંગ્રેસના નેતાઓની છે. 

વધુ વાંચો: Nitish Kumarએ મહિલા શિક્ષણ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી માટે માંગી માફી

કોંગ્રેસ પાસે મધ્ય પ્રદેશના વિકાસનો રોડમેપ નહીં

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે મધ્ય પ્રદેશના વિકાસનો કોઈ રોડમેપ જ નથી. તોંગ્રેસના થાકેલા-હારેલા ચહેરાઓમાં અહીંના યુવાનોને કોઈ ભવિષ્ય નથી દેખાઈ રહ્યું. મધ્ય પ્રદેશને ભાજપ પર અને મોદીની ગેરન્ટી પર વિશ્વાસ છે. વધુમાં કહ્યું હતું કે, જો ભૂલથી પણ કોંગ્રેસ આવી જશે તો ફ્રી રાશન સહિતની તમામ યોજનાઓ બંધ થઈ જશે. નીમચ ખાતેની સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે વિઝનના નામ પર માત્ર વિરોધ અને વિભાજન છે. જ્યાં વિભાજન હોય ત્યાં વિઝન ન હોય.

આ સાથે જ તેમણે મધ્ય પ્રદેશનો પ્રત્યેક મત ત્રિશક્તિથી ભરેલો હોવાનું જણાવ્યું હતું. તેમણે મધ્ય પ્રદેશના લોકોનો પ્રત્યેક મત ભ્રષ્ટાચારી કોંગ્રેસને એમપીની સરકારથી અનેક કોસ દૂર લઈ જશે, ફરી ભાજપની સરકાર બનાવશે અને દિલ્હીમાં મોદીને મજબૂત કરશે એમ ત્રણ કમાલ દેખાડશે તેમ જણાવ્યું હતું. 

વધુ વાંચો: પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ

કોંગ્રેસ વિકાસને રિવર્સ ગિયરમાં લઈ જવા નિષ્ણાંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એવો સવાલ કર્યો હતો કે, શું કેન-બેતવા નદીઓ મોદી આવ્યા તે પહેલા વહેતી નહોતી? લોકોએ તેને લિંક કરવાની પરિયોજનાઓ માટે શા માટે રાહ જોવી પડી? હવે 45 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તે કામ પૂરૂ કરવામાં આવી રહ્યું છે. 

કોંગ્રેસી નેતાઓ વિકાસને રિવર્સ ગિયરમાં લઈ જવામાં નિષ્ણાત છે. તેમને સુશાસનને કુશાસનમાં ફેરવતા ખૂબ સારી રીતે આવડે છે. આ સાથે જ તેમણે જ્યાં જ્યાં કોંગ્રેસ આવી ત્યાં તબાહી લાવી એ નારો પણ દોહરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણીને કારણે પ્રધાનમંત્રીથી લઈને તમામ નેતાઓની સભા વધી રહી છે.