PM Narendra Modi: પહેલા નોરતે રીલિઝ થયો ગરબો ‘માડી’, કંગના રનૌતે વખાણ્યો

PM Narendra Modi: દેશમાં નવરાત્રીના તહેવારની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતીઓમાં નવરાત્રી અને ગરબાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ માતાજીની આરાધના માટે એક ગરબો લખ્યો છે જેને તેમણે પોતે જ પ્રથમ નોરતાના દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કર્યો હતો.  PM […]

Share:

PM Narendra Modi: દેશમાં નવરાત્રીના તહેવારની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતીઓમાં નવરાત્રી અને ગરબાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ માતાજીની આરાધના માટે એક ગરબો લખ્યો છે જેને તેમણે પોતે જ પ્રથમ નોરતાના દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કર્યો હતો. 

PM Narendra Modiએ શેર કરી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના દિવસોમાં જ ‘માડી’ નામનો એક ગરબો લખ્યો હતો. નવરાત્રી (Navratri 2023)ને અનુલક્ષીને લખવામાં આવેલા આ ગરબાને મીત બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યો છે અને દિવ્ય કુમારે તેને પોતાનો અવાજ આપ્યો છે. 

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આ ગરબાની લિંક શેર કરતા લખ્યું હતું કે, “નવરાત્રીનો આરંભ થઈ ચુક્યો છે અને મને તમારા સૌ સાથે એક ગરબો શેર કરતા આનંદ થઈ રહ્યો છે, જેને મેં જ લખ્યો છે. હું મ્યુઝિક માટે મીત બ્રધર્સનો અને આ ગરબાને પોતાનો અવાજ આપવા માટે દિવ્ય કુમારનો આભાર માનું છું.”

વધુ વાંચો: PM મોદીએ લખ્યો ગરબો, ધ્વની ભાનુશાલીએ આપ્યો અવાજ

14મી ઓક્ટોબરે પણ રીલિઝ કરાયો હતો એક ગરબો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વર્ષો પહેલા લખેલા એક ગરબાને પણ નવરાત્રી (Navratri 2023) પહેલા 14મી ઓક્ટોબરના રોજ રીલિઝ કરવામાં આવ્યો હતો. શનિવારે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ધ્વનિ ભાનુશાળી અને તનિષ્ક બાગચી અને જસ્ટમ્યૂઝિકની ટીમનો આભાર માન્યો હતો.  

તેમણે લખ્યું હતું કે, “મારા દ્વારા વર્ષો પહેલા લખવામાં આવેલી ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે ધ્વનિ ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટમ્યૂઝિકની ટીમનો આભાર! આ કેટલીય યાદોને તાજી કરે છે. મેં ઘણા વર્ષોથી કંઈ જ લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબો લખવામાં સફળ થયો છું, જેને હું નવરાત્રી દરમિયાન શેર કરીશ. #SoulfulGarba”

વધુ વાંચો: વડાપ્રધાન મોદી દિલ્હીમાં ટ્રેનના પ્રથમ તબક્કાને આપશે ગ્રીન સિગ્નલ

વડાપ્રધાન મોદીને લેખનમાં પણ છે રસ

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખન અને સાહિત્યમાં પણ ઘણો રસ છે. તેઓ કવિતાઓ પણ લખે છે અને અત્યાર સુધીમાં તેમના 14 પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે. વડાપ્રધાન મોદી પોતાની માતૃભાષા ગુજરાતીમાં લેખન કરે છે. તેમના તમામ પુસ્તકોની યાદી https://www.narendramodi.in/category/ebooks પર ઉપલબ્ધ છે. 

અભિનેત્રી કંગના રનૌત પણ વડાપ્રધાનની આ બહુમુખી પ્રતિભા અને ગરબા ગીતથી પ્રભાવિત થઈ છે. કંગના રનૌતે ગરબાની પ્રશંસા કરતાં લખ્યું હતું કે, “કેટલું સુંદર. અટલજીની કવિતાઓ હોય કે કે નરેન્દ્ર મોદીજીના ગીતો/કવિતાઓ અને વાર્તાઓ, આપણાં નાયકોને સુંદરતા અને કળામાં ડૂબેલા જોવા હ્રદયસ્પર્શી હોય છે.” અગાઉ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગીતનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.