પીએમ મોદીએ  ‘ભારત છોડો’ નારા સાથે વિપક્ષ પર પ્રહાર કર્યા

પીએમ મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષી મહાગઠબંધન ‘INDIA’ પર આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ  કહ્યું હતું કે, આ નકારાત્મક શક્તિઓને દેશ છોડવા માટે આખો દેશ હાકલ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વંશવાદનું રાજકારણ કરનારાઓનો ભારત છોડવાનો સમય આવી ગયો છે. […]

Share:

પીએમ મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષી મહાગઠબંધન ‘INDIA’ પર આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ  કહ્યું હતું કે, આ નકારાત્મક શક્તિઓને દેશ છોડવા માટે આખો દેશ હાકલ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વંશવાદનું રાજકારણ કરનારાઓનો ભારત છોડવાનો સમય આવી ગયો છે.

શનિવારે દેશભરમાં 508 રેલ્વે સ્ટેશનોના પુન:વિકાસના કામોનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કાર્યક્રમમાં વિવિધ રેલવે સ્ટેશનોના મંત્રીઓ અને સાંસદો જોડાયા હતા.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ રિમોટ દબાવીને ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ રિમોટનું બટન દબાવતાં જ તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતા પીએમ મોદી એ વિપક્ષ પર અનેક  આરોપ લગાવ્યા હતા.

પીએમ મોદી એ આગળ કહ્યું હતું કે, દુર્ભાગ્યવશ વિપક્ષનો એક વર્ગ હજુ પણ  ગંદુ રાજકારણ રમી રહ્યું છે. તે ફક્ત એક જ સિદ્ધાંત અને જૂની પેટર્ન  પર કામ કરે છે કે, ના તો પોતે કોઈ કામ કરીશુ, ના તો બીજાને કોઈ  કામ કરવા દઈશું.

પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે નકારાત્મક રાજકારણથી ઉપર ઉઠીને દેશની આજની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસને પ્રાથમિકતા આપી આગળ વધી રહ્યા છે. સકારાત્મક રાજનીતિ હેઠળ અવિરત ચાલી રહ્યા છે.

અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રોજેક્ટ ભારતની જનતા માટે લાભદાયી થશે. આ પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જે અનેક આરામદાયક સુવિધાઓ પ્રદાન કરશે. તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

આગામી 9 ઓગસ્ટએ  “ભારત છોડો”  આંદોલનની વર્ષગાંઠનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ હતો જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવી ઉર્જાનું સંચાર કર્યું હતું.

પીએમ મોદીએ બાબતનો પણ ઉલ્લેખ કર્યો  હતો  કે, સમગ્ર વિશ્વ આજે ભારતના વિકાસ પર ધ્યાન આપી રહ્યું છે ત્યારે વિકાસના પંથે આગળ વધી રહેલું ભારત તેના સુવર્ણયુગની શરૂઆતમાં છે.

જેમાં નવી ઉર્જા, નવા સંકલ્પો, નવી પ્રેરણા છે અને પીએમ મોદી મુજબ, આજે આ ભારતીય રેલવેના ઇતિહાસ થકી નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. આ અમૃત સ્ટેશન યોજનાનો લોકાર્પણ તે બાબતની સાબિતી આપી રહ્યું છે. પીએમ મોદીએ દેશની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતામાં કેવી રીતે વધારો થયો તે બાબત અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીના કટાક્ષ બાદ વિપક્ષની ટિપ્પણીઓ સામે આવી રહી છે.