“POK ટૂંક સમયમાં એની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે…” પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહનું મહત્વનું નિવેદન

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈ એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. જનરલ વીકે સિંહે એવો દાવો કર્યો હતો કે, POK ટૂંક સમયમાં એની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે. વીકે સિંહે રાજસ્થાનના દૌસા ખાતે કહ્યું હતું કે, POK એની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે, થોડા સમય માટે રાહ જુઓ.  […]

Share:

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈ એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. જનરલ વીકે સિંહે એવો દાવો કર્યો હતો કે, POK ટૂંક સમયમાં એની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે. વીકે સિંહે રાજસ્થાનના દૌસા ખાતે કહ્યું હતું કે, POK એની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે, થોડા સમય માટે રાહ જુઓ. 

દૌસા ખાતે વીકે સિંહની પ્રેસ કોન્ફરન્સ

કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે POKમાં શિયા મુસલમાનો દ્વારા ભારતની સીમા ખોલવા માટે માગણી કરવામાં આવી તે અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં આ વાત કહી હતી. વીકે સિંહ દૌસા ખાતે ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. તે સમયે કેન્દ્રીય મંત્રી વીકે સિંહે ભારતનીઅધ્યક્ષતામાં તાજેતરમાં જ સંપન્ન થયેલી G20 સમિટની સફળતા અંગે પણ વાત કરી હતી. વીકે સિંહે કહ્યું હતું કે, G20 સમિટની ભવ્યતાએ ભારતને વૈશ્વિક મંચ પર એક અલગ જ ઓળખ આપી છે અને ભારતે વિશ્વને પોતાની તાકાતનો પરચો દેખાડ્યો છે. 

G20 સમિટ એક ઉપલબ્ધિ સમાન

વીકે સિંહે કહ્યું હતું કે, G20 સમિટ ખૂબ જ અભૂતપૂર્વ રહી. અગાઉ કદી આવું કશું નથી કરવામાં આવ્યું અને હવે ભારત સિવાય અન્ય કોઈ દેશ પણ આ પ્રકારની સમિટનું આયોજન નહીં કરી શકે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વને પોતાની તાકાતનો પરચો દેખાડ્યો છે. આ એટલા માટે પણ મહત્વની છે કારણ કે, G20 ગ્રુપમાં વિશ્વના તમામ શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે. 

રાજસ્થાન સરકાર પર સાધ્યું નિશાન

વીકે સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજસ્થાનની ગેહલોત સરકાર પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. વીકે સિંહે કહ્યું હતું કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ કારણે જ જનતા વચ્ચે જઈને તેમની વાત સાંભળવા માટે ભાજપે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવી પડી છે. લોકો પરિવર્તન ઈચ્છે છે અને તેઓ આ યાત્રામાં અમારી સાથે આવી રહ્યા છે અને તેમણે પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે. 

POKના લોકોમાં પાકિસ્તાન સામે રોષ

કાશ્મીરી કાર્યકર શબ્બીર ચૌધરીએ શેર કરેલા એક વીડિયો પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં હાલ પાકિસ્તાનના વિરોધમાં ભારે પ્રદર્શનો થઈ રહ્યા છે. POKના શહેરો, કસ્બાઓ અને ગામડાઓના લોકો ભોજનની અછત, આભને આંબી રહેલી મોંઘવારી અને પડતા ટેક્સના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના કાર્યકર શબ્બીર ચૌધરીએ સામાન્ય જનતાની ચિંતાઓનો અવાજ બનવાનું કામ કર્યું છે. તેમણે સમગ્ર ક્ષેત્રમાં થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શનો માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે.