પૂંછમાં આતંકવાદીઓના હુમલોમાં ધરપકડ કરાયેલી વ્યક્તિએ ઝેર પીધું

પૂંછમાં થયેલા હુમલા અંગે પૂછપરછ માટે ધરપકડ કરાયેલી એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે. 35 વર્ષીય મુખતાર હુસૈન નામના  આ વ્યક્તિએ એક નાનકડો વિડીયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેને જણાવ્યું કે, મારા સત્યને ખોટું માનવામાં આવી રહ્યું છે.  કશ્મીરમાં ભારતીય જવાનો પર થતાં હુમલાઓમાં સ્થાનિકોની સંડોવણી વિશે સૌ કોઈ જાણે […]

Share:

પૂંછમાં થયેલા હુમલા અંગે પૂછપરછ માટે ધરપકડ કરાયેલી એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે. 35 વર્ષીય મુખતાર હુસૈન નામના  આ વ્યક્તિએ એક નાનકડો વિડીયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેને જણાવ્યું કે, મારા સત્યને ખોટું માનવામાં આવી રહ્યું છે. 

કશ્મીરમાં ભારતીય જવાનો પર થતાં હુમલાઓમાં સ્થાનિકોની સંડોવણી વિશે સૌ કોઈ જાણે જ છે.  નર મેંધાર ગામના આ વ્યક્તિએ આત્મહત્યા કરતાં તમના સગા સંબંધીઓ અને ત્યાંનાં સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે અને ભાતા ધૂરિયાંમાં જમ્મુ – પૂંછ ધોરી માર્ગમાં અવરોધ ઊભા કર્યા છે જ્યાં ગયા સપ્તાહે પાંચ આતંકીઓના ગ્રેનેડ અને ગોળીબારથી હુમલો કરાયો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો મૃત્યુ પામ્યા હતા. 

આ બનાવની તપાસ માટે આધિકારીઓ દ્વારા લગભગ 60 લોકોની  પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી. જેમાંથી કેટલાકને જવા દેવામાં આવ્યા છે.  

અધિકારીઓએ જણાવ્યું કે, મુખ્તારને શંકાને કારણે નહીં પણ તે આ સ્થળની નજીક રહેતો હોવાથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 

સ્થાનિક મેડિકલ કોલેજમાં મુખ્તારનું મૃત્યુ થયું હતું અને તેને જણાવ્યું કે આ વિડીયો તે કોઈના દબાણમાં આવીને નથી બનાવી રહ્યો. તેને મૃત્યુ પામેલા જવાનો અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે, મારા લોકો દેશ સાથે ઊભા રહેશે અને મારી પત્ની અને બાળકનું ધ્યાન રાખશે. 

તેણે  જણાવ્યું છે કે, ગયા વર્ષના ઓપરેશનમાં મેં આર્મીની મદદ કરી હતી. હું  આતંકવાદીના કોઈ જુથ સાથે કે  કોઈ આતંકવાદી સાથે સંકળાયેલો  નથી,  મુખ્તાર ખોટો છે તેવું માનનારા લોકો પીડાઈ રહ્યા છે અને તેમણે તેવું ના માનવું જોઈએ. મારા લોકોની અટકાયત કરાઇ છે અને મારા સત્યને ખોટું માનવામાં આવી રહ્યું છે, તેમ તેના વિડીયોમાં જણાવ્યું છે. જો કે, સૂત્રએ જણાવ્યું કે તે તેના ઘરના કારણોસર અપસેટ હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઈદ પૂર્વે સામાન લઈ જતી આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો થતા સેનાનાં 5 જવાન શહીદ થયા હતા અને એક જવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ટ્રક રાષ્ટ્રીય રાઈફલ્સના બાલાકોટ હેડક્વાટરથી ઇફ્તાર પાર્ટી માટે ફળ સહિતની સામગ્રી લઈ જઇ રહી હતી. આ દુ:ખદ બનાવ બાદ ગ્રામજનોએ ઈદ ન મનાવવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસે 60 થી વધુ લોકોની અટકાયત કરી છે તથા તેમની પૂછપરછ પણ ચાલી રહી છે. હુમલાની સઘન તપાસ ચાલી રહી છે અને તેના માટે MI હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નિફર ડોગ્સ પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.