જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાની ટ્રક પર આતંકવાદી હુમલો 

ઈદ પૂર્વે સામાન લઈ જતી આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો થતા સેનાનાં 5 જવાન શહીદ થયા હતા અને એક જવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ટ્રક રાષ્ટ્રીય રાઈફલ્સના બાલાકોટ હેડક્વાટરથી ઇફ્તાર પાર્ટી માટે ફળ સહિતની સામગ્રી લઈ જઇ રહી હતી. આ દુ:ખદ બનાવ બાદ ગ્રામજનોએ ઈદ ન મનાવવાનો નિર્ણય કર્યો હતો.  આ ઘટના બન્યા […]

Share:

ઈદ પૂર્વે સામાન લઈ જતી આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો થતા સેનાનાં 5 જવાન શહીદ થયા હતા અને એક જવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ટ્રક રાષ્ટ્રીય રાઈફલ્સના બાલાકોટ હેડક્વાટરથી ઇફ્તાર પાર્ટી માટે ફળ સહિતની સામગ્રી લઈ જઇ રહી હતી. આ દુ:ખદ બનાવ બાદ ગ્રામજનોએ ઈદ ન મનાવવાનો નિર્ણય કર્યો હતો.

 આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસે 10 થી વધુ લોકોની અટકાયત કરી છે તથા તેમની પૂછપરછ પણ ચાલી રહી છે. હુમલાની સઘન તપાસ ચાલી રહી છે અને તેના માટે MI હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નિફર ડોગ્સ પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.  

જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહ અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહ આ હુમલાની તપાસ ચલાવી રહ્યા છે અને તે માટે તેઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પણ હાજર રહી હતી કારણ કે NIA આ કેસને હાથમાં લે તેવી શક્યતા છે.

બપોરે 3 વાગ્યાની આસપાસ જ્યારે વાહન તેના લક્ષ્યસ્થાનથી માત્ર 7-8 કિમી દૂર હતું, ત્યારે ઓચિંતો હુમલો થયો હતો. હેન્ડ ગ્રેનેડ સહિત અનેક વસ્તુઓથી આર્મી ટ્રક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.  

તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પાંચેક આતંકવાદીઓએ ત્રણ બાજુથી હુમલો કર્યો હતો અને ગ્રેનેડ અને સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરી ટ્રકને આગ લગાડી હતી. તેઓને આ વિસ્તારની સંપૂર્ણ માહિતી હોવાનું જણાય છે અને બની શકે કે તેઓ એકાદ વર્ષથી પુંછ- રાજૌરી વિસ્તારમાં રહેતા હોય.  તેઓને આ વિસ્તારની ઘણી માહિતી હતી જે મેળવવી અઘરી બાબત છે. 

સાંગીઓટ પંચાયતના સરપંચ મુખ્તિયાઝ ખાને જણાવ્યું હતું કે તેઓને ઇફ્તાર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ કમનસીબ ઘટનામાં અમારા પાંચ સૈનિકો શહીદ થયા ત્યારે શું ઇફ્તાર પાર્ટી કરવી.”

તેમણે વધુમાં જણાવ્યું કે “ગામવાસીઓ શનિવારે ઈદની ઉજવણી નહીં કરે, અમે ફક્ત નમાઝ જ અદા કરીશું, મૃતકો અમારા ગામમાં તૈનાત રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટનો ભાગ હતા અને અમારી સહાનુભૂતી તેમના પરિવારો સાથે છે.”

જેવી સોશિયલ મીડિયા જૂથોમાંથી આતંકવાદી હુમલાની માહિતી મળી કે તરત જ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અમે ત્યાં જવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાના કાર્યક્રમ માટે 4,000ની વસ્તીવાળા ગામમાં ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ દ્વારા વ્યવસ્થાની કાળજી લેવામાં આવી રહી હતી. ત્યારે જ આ ઘટના બનતા સ્થાનિકોમાં નિરાશા ફેલાઈ છે.