Pradhan Mantri Jan Dhan Yojana: જાણો આ યોજનાના ઉદ્દેશ્યો અને લાભ વિશે

Pradhan Mantri Jan Dhan Yojana: ભારત સરકારે 2014ના વર્ષમાં દેશના તમામ નાગરિકોને તેમની આર્થિક, સામાજીક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર નાણાકીય સેવાઓ (Financial Services) પ્રદાન કરવા માટે પ્રધાન મંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana), PMJDYનો આરંભ કર્યો હતો. આ યોજનાએ નાણાકીય સાક્ષરતા વધારવા અને ગરીબી ઘટાડવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ તે […]

Share:

Pradhan Mantri Jan Dhan Yojana: ભારત સરકારે 2014ના વર્ષમાં દેશના તમામ નાગરિકોને તેમની આર્થિક, સામાજીક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર નાણાકીય સેવાઓ (Financial Services) પ્રદાન કરવા માટે પ્રધાન મંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana), PMJDYનો આરંભ કર્યો હતો. આ યોજનાએ નાણાકીય સાક્ષરતા વધારવા અને ગરીબી ઘટાડવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ તે હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે.

Pradhan Mantri Jan Dhan Yojana વિશે

પ્રધાન મંત્રી જન ધન યોજના એ નાણાકીય સમાવેશિતા માટેનું એક રાષ્ટ્રીય મિશન છે જે વ્યાપક નાણાકીય સમાવેશિતા લાવવા અને દેશના તમામ પરિવારોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટેનો એક સંકલિત અભિગમ ધરાવે છે.

 આ યોજના બેઝિક સેવિંગ્સ બેંક ખાતાની ઉપલબ્ધતા, જરૂરિયાત આધારિત ક્રેડિટ, રેમિટન્સ સુવિધા, વીમો અને પેન્શન જેવી નાણાકીય સેવાઓની શ્રેણીની સુલભતા સુનિશ્ચિત કરે છે. PMJDYના ઉદ્દેશ્યો નીચે પ્રમાણે છે.

વધુ વાંચો: mutual fundમાં રોકાણ કરતાં પહેલાં આ 5 મુખ્ય પરિબળો જાણો

યુનિવર્સલ એક્સેસ

PMJDYનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ભારતીયને બચત ખાતું, ડેબિટ કાર્ડ અને વીમા જેવી મૂળભૂત નાણાકીય સેવાઓ (Financial Services)ની એક્સેસ હોય. તેનાથી નાણાકીય એક્સક્લુઝનને કાબૂમાં લેવામાં અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે.

નાણાકીય સ્થિરતા

યોજનાનો ઉદ્દેશ્ય બચત, વીમા અને રિસ્પોન્સિબલ બોરોઈંગના મહત્વ વિશે માહિતી આપીને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે. PMJDYની રચના લોકોમાં નાણાકીય આયોજનના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને પરિવારોમાં બચતની આદત કેળવવા માટે કરવામાં આવી છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

PMJDY સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે પણ છે, જેઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભધારીઓ વચેટિયાઓની દખલ વગર સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી શકે છે જેથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને પારદર્શિતામાં વધારો આવશે.

વધુ વાંચો: Rahul Gandhiએ અદાણી પર 32 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો

PMJDYના લાભ

– યોજનાથી થતા ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલા તો તેમાં કોઈ લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા નથી. તે ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે માટે ઓછી આવક ધરાવતા જૂથો અને ગ્રામીણ પરિવારો માટે આ પ્રકારની બેન્કિંગ સેવાનો ઉપયોગ સરળ બને છે. 

– ઉપરાંત PMJDY ખાતા ધારકોને સરળ વ્યવહારો માટે RuPay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. તેઓ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મેળવી શકે છે, જે એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને એકાઉન્ટની કામગીરીને આધીન છે.

– PMJDY ખાતા ધારકો જો દર 45 દિવસમાં ઓછામાં ઓછું એક વખત તેમનું એકાઉન્ટ એક્સેસ કરે તો તેઓ અનુક્રમે 30,000 અને 2 લાખ રૂપિયાના જીવન અને અકસ્માત વીમા કવચ માટે પાત્ર ગણાય છે.