પ્રજ્ઞાન રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, ઓક્સિજન મળ્યું, હાઈડ્રોજન માટે શોધ ચાલુ

23 ઓગસ્ટના રોજ ચંદ્રાયન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ISROએ ચંદ્રયાન-3 દ્વારા એક મોટી શોધ કરી છે. ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવર ઓનબોર્ડ લેસર-ઈન્ડ્યુસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સપાટી પર સલ્ફરની હાજરીની “અસ્પષ્ટપણે પુષ્ટિ” કરી છે. ચંદ્રયાન-3 દ્વારા મળેલા ડેટા પર સમગ્ર વિશ્વની નજર છે.  ISROએ ટ્વિટ […]

Share:

23 ઓગસ્ટના રોજ ચંદ્રાયન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ISROએ ચંદ્રયાન-3 દ્વારા એક મોટી શોધ કરી છે. ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવર ઓનબોર્ડ લેસર-ઈન્ડ્યુસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સપાટી પર સલ્ફરની હાજરીની “અસ્પષ્ટપણે પુષ્ટિ” કરી છે. ચંદ્રયાન-3 દ્વારા મળેલા ડેટા પર સમગ્ર વિશ્વની નજર છે. 

ISROએ ટ્વિટ કરીને જણાવ્યું, “’પ્રજ્ઞાન રોવર પર લેસર-ઈન્ડ્યુસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધન દ્વારા અસ્પષ્ટપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સપાટીમાં સલ્ફર (S) ની હાજરીની પુષ્ટિ કરે છે. એલ્યુમિનિયમ (Al), સલ્ફર (S), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr) અને ટાઈટેનિયમ (Ti),  મેંગેનીઝ (Mn), સિલિકોન (Si) અને ઓક્સિજન (O) પણ શોધી કાઢવામાં આવ્યા છે. હાઈડ્રોજન (H) માટે શોધ ચાલી રહી છે.”

ISROએ જણાવ્યું, “લેસર-ઈન્ડ્યુસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધન ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)/ISRO, બેંગલોર માટે લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું છે.”

લેસર-ઈન્ડ્યુસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ  (LIBS) બેંગલોરમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) માટે ISROની લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું છે. આ પેલોડથી વૈજ્ઞાનિકો માટે ચંદ્ર પર સલ્ફરને શોધવાનું શક્ય બન્યું.

ISRO (ભારતીય અવકાશ એજન્સી)એ અગાઉ ‘પૃથ્વી’ માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં વિશ્વને જણાવવામાં આવ્યું હતું  કે પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવના વધુ રહસ્યો ઉજાગર કરવાના માર્ગ પર છે. 

પ્રજ્ઞાન રોવરે અગાઉ ISRO ઈનસાઈટ દ્વારા ટ્વિટ કર્યું હતું, “હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ. અમારી સ્થિતિ સારી છે. સૌથી શ્રેષ્ઠ પરિણામ ટૂંક સમયમાં આવશે.”  

ISROએ સોમવારે માહિતી આપી હતી કે પ્રજ્ઞાન રોવર તેના સ્થાનથી લગભગ 3 મીટર આગળ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર 4 મીટર વ્યાસના ખાડા પર પહોંચી ગયું હતું. પાછા ફરવાનો અને નવો, સુરક્ષિત માર્ગ અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રજ્ઞાન રોવર હાલમાં “સમય સામેની રેસ”માં છે અને ISRO છ પૈડાવાળા વાહન દ્વારા અજાણ્યા ચંદ્રના દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવા માટે કામ કરી રહ્યું છે. ચંદ્ર મિશનના બે ઉદ્દેશ્યો, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ અને પ્રજ્ઞાન રોવર દ્વારા તેની ગતિ એ પહેલાથી જ હાંસલ કરવામાં આવી છે. પ્રજ્ઞાન રોવર અને લેન્ડર જોડાયેલ પેલોડ્સ દ્વારા વૈજ્ઞાનિક ડેટા મેળવવાનું ચાલુ રાખે છે.

સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ એમ દેસાઈએ રવિવારે જણાવ્યું હતું, “આ મિશન માટે અમારી પાસે માત્ર 14 દિવસ છે, જે ચંદ્ર પરના એક દિવસ બરાબર છે, તેથી ચાર દિવસ પૂરા થયા છે. બાકીના દસ દિવસમાં આપણે જેટલા વધુ પ્રયોગો અને સંશોધન કરી શકીશું તે મહત્ત્વના રહેશે. આ 10 દિવસોમાં, અમારે મહત્તમ કામ કરવાનું છે અને ISROના તમામ વૈજ્ઞાનિકો તેના પર કામ કરી રહ્યા છે.”