રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુદ્ધ જહાજ INS વિંધ્યગીરીનું લોકાર્પણ કર્યું, જાણો તેની ખાસિયતો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતા ખાતે યુદ્ધ જહાજ INS વિંધ્યગીરીનું લોકાર્પણ કર્યું.  નીલગીરી ક્લાસના ફ્રિગેટનું લોકાર્પણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ ફેસિલિટી ખાતે થયું હતું. 17 ઓગસ્ટે પશ્ચિમ બંગાળ ખાતેથી INS વિંધ્યગીરીને સેનાને સોંપાયું છે. INS વિંધ્યગીરીની ડિઝાઈન સ્વદેશી PITના અહેવાલો અનુસાર, પ્રોજેક્ટ 17Aના જહાજોને ઈન્ડિયન નેવી વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા આંતરિક રીતે તૈયાર કરવામાં […]

Share:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતા ખાતે યુદ્ધ જહાજ INS વિંધ્યગીરીનું લોકાર્પણ કર્યું.  નીલગીરી ક્લાસના ફ્રિગેટનું લોકાર્પણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ ફેસિલિટી ખાતે થયું હતું. 17 ઓગસ્ટે પશ્ચિમ બંગાળ ખાતેથી INS વિંધ્યગીરીને સેનાને સોંપાયું છે.

INS વિંધ્યગીરીની ડિઝાઈન સ્વદેશી

PITના અહેવાલો અનુસાર, પ્રોજેક્ટ 17Aના જહાજોને ઈન્ડિયન નેવી વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા આંતરિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરવામાં આવી છે. આ યુદ્ધ જહાજમાં બે હેલિકોપ્ટર પણ તૈનાત કરી શકાય છે.

આ જહાજ બનાવવા માટે લાગતી સામગ્રીમાંથી 75% વસ્તુઓ સ્વદેશી છે. આત્મનિર્ભર ભારતને વેગ આપવા માટે જહાજ નિર્માણ માટે મોટા ભાગે સ્વદેશી સામગ્રીનો ઉફયોગ કરાયો છે. 

INS વિંધ્યગીરીની વિશેષતા

યુદ્ધ જહાજ એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર્સ અને ઓટો મેલારા નેવલ ગનથી પણ સજ્જ છે, જે દુશ્મન જહાજ અથવા હેલિકોપ્ટર પર હુમલો કરી તેને નષ્ટ કરી શકે છે. આ સિવાય વિંધ્યગિરી બેરેક-8 મિસાઈલ લોન્ચ કરવાની સક્ષમા ધરાવે છે. INS વિંધ્યગિરી યુદ્ધ જહાજ શ્રેષ્ઠ સ્ટીલ્થ સુવિધાઓ, અદ્યતન શસ્ત્રો, સેન્સર્સ, પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, લેટેસ્ટ રડાર સિસ્ટમ્સ અને એન્ટી-સબમરીન હથિયાર સિસ્ટમ્સથી સજ્જ છે.

INS વિંધ્યગિરી પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું છઠ્ઠું જહાજ છે. તે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17A હેઠળ, 4 જહાજો મઝગાંવ ડોક લિમિટેડ (MDL) દ્વારા અને ત્રણ GRSE દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ 5 જહાજો 2019 અને 2022 વચ્ચે લોન્ચ કરવામાં આવ્યા છે.

પ્રોજેક્ટ 17Aનું સાતમું જહાજ 2025માં લોન્ચ કરવામાં આવશે

છઠ્ઠા જહાજ INS વિંધ્યગીરીનું નામ તેના પહેલાના INS નીલગીરી, INS હિમગીરી, INS ઉદયગીરી, INS દુનાગીરી અને INS તારાગીરી જેવી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. સાતમા યુદ્ધ જહાજનું નામ નવું હશે, કારણ કે તેનો કોઈ ભૂતકાળ નથી. તેને 2025માં લોન્ચ કરવામાં આવશે.

જૂનાં INS વિંધ્યગીરીએ 31 વર્ષ સુધી નેવીમાં સેવા આપી

જુનું વિંધ્યગીરી જહાજ જુલાઈ 1981થી જૂન 2012 સુધી કુલ 31 વર્ષ સુધી નેવીમાં રહ્યું. આ સમયગાળા દરમિયાન યુદ્ધ જહાજે ઘણા પડકારજનક મિશન અને વિદેશી કવાયતો પણ જોયા. હવે નવી ટેક્નોલોજી સાથેનું નવું વિંધ્યગીરી નેવીના કાફલામાં જોડાઈ રહ્યું છે.

INS વિંધ્યગીરી 2011માં આગ લાગતાં ડૂબી ગયુ હતું

જાન્યુઆરી 2011માં નૌકાદળને તેની સૌથી ખરાબ નુકશાનોમાંથી એકનો સામનો કરવો પડ્યો હતો. INS વિંધ્યગીરી મુંબઈ પોર્ટ પર જર્મન જહાજ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં કોઈનું મોત થયું નહોતું, પરંતુ આગ લાગતા જહાજ ડૂબી ગયું હતું.