સાચું બોલવાની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોવાનું જણાવતા રાહુલ ગાંધી

સંસદના સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ તેમજ તેમનું સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ સાચું બોલવા માટેની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.  રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં PM મોદી વિરુદ્ધ નિવેદનો આપવા માટેના કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમનું સાંસદ પદ રદ કરાયું હતું. તેમજ બે વર્ષની સજા કરવામાં […]

Share:

સંસદના સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ તેમજ તેમનું સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ સાચું બોલવા માટેની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. 

રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં PM મોદી વિરુદ્ધ નિવેદનો આપવા માટેના કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમનું સાંસદ પદ રદ કરાયું હતું. તેમજ બે વર્ષની સજા કરવામાં આવી હતી. જેને પગલે તેમને સત્તાવાર બંગલો ખાલી કરવાની અંતિમ તારીખ આપવામાં આવી હતી, તેને ધ્યાનમાં લઈ તેમણે આ બંગલો ખાલી કર્યો હતો. તેઓ 2005થી 12 તુગલક લેન ખાતે રહેતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં એક ચૂંટણીની રેલી દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે. જેને અનુલક્ષીને તેમની સામે સુરતની નીચલી કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં હાર બાદ તેમણે ઉપલી કોર્ટમાં ચુકાદા સામે અપીલ કરી હતી. પરંતુ, તેમાં પણ હાર બાદ તેમણે આ સત્તાવાર મકાન ખાલી કરવું પડ્યું હતું.

તેમણે કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપ દ્વારા પીએમ મોદી પરના તેમના જોરદાર હુમલાઓ માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. વાયનાડના ભૂતપૂર્વ સાંસદે હવે તેમની લોકસભાની સદસ્યતા જાળવી રાખવા માટે સુરત કોર્ટના આદેશ સામે ગુજરાત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી પડશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હવે તેઓ તેમની માતા સોનિયા ગાંધી સાથે 10 જનપથ ખાતે રહેશે. તેમણે પોતાનો સામાન તેની માતા સોનિયા ગાંધીના 10 જનપથ ખાતેના આવાસમાં મોકલી દીધો છે. પ્રિયંકા ગાંધીએ તેમને સામાન ખસેડવામાં મદદ કરી હતી. 

લોકસભા સચિવાલયે 27 માર્ચે રાહુલ ગાંધીને ગુના માટે દોષિત અને બે વર્ષથી વધુની જેલની સજા પામેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા નિયમો મુજબ આજ સુધીમાં તેમનો બંગલો ખાલી કરવા નોટિસ પાઠવી હતી.

કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષોએ આ ચુકાદાને રાજકીય બદલો ગણાવી વખોડી કાઢ્યો છે અને તેને ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા લોકશાહી પર હુમલો સમાન ગણાવ્યો છે. 

આ બંગલો ખાલી કરીને જતાં પહેલા રાહુલ ગાંધીએ “હિન્દુસ્તાનના લોકોએ મને 19 વર્ષ સુધી આ ઘર આપ્યું, હું તેમનો આભાર માનવા માંગુ છું. આ સત્ય બોલવાની કિંમત છે. હું સત્ય બોલવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.” તેમ પત્રકારોને જણાવ્યું હતું. 

ભાજપ દ્વારા કોર્ટના આદેશનો બચાવ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી પર કાયદાનો અનાદર કરવાનો અને ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.