મેટ્રો શહેરમાં ટામેટાંના ભાવ ₹150ને પાર પહોંચ્યા

દેશનાં  મોટાભાગના શહેરોમાં ટામેટાંના ભાવ દરરોજ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે.  દરરોજ ઉપયોગમાં લેવાતા ટામેટાંના ભાવ વધતાં હવે તે મોંઘા શાકમાં સામેલ થઈ ગયા છે. તેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. 15 દિવસ અગાઉ ભાવ વધ્યા પછી ઘટાડો નોંધાયો હતો, પરંતુ પુરવઠાની અછતને કારણે ટામેટાંના ભાવનો ગ્રાફ ઉપર વધ્યો છે.  કોલકાતામાં ટામેટાંની કિંમત […]

Share:

દેશનાં  મોટાભાગના શહેરોમાં ટામેટાંના ભાવ દરરોજ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે.  દરરોજ ઉપયોગમાં લેવાતા ટામેટાંના ભાવ વધતાં હવે તે મોંઘા શાકમાં સામેલ થઈ ગયા છે. તેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. 15 દિવસ અગાઉ ભાવ વધ્યા પછી ઘટાડો નોંધાયો હતો, પરંતુ પુરવઠાની અછતને કારણે ટામેટાંના ભાવનો ગ્રાફ ઉપર વધ્યો છે. 

કોલકાતામાં ટામેટાંની કિંમત કિલોએ  રૂ. 155 સુધી પહોંચી છે, જે અન્ય મહાનગરો કરતાં સૌથી વધુ છે. આ ભાવ વધારા પાછળનું કારણ ઓછો પુરવઠો હોવાનું સામે આવ્યું છે. 

ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, મેટ્રો શહેરોમાં ટામેટાં રૂ 58 થી 148 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. જ્યારે  પશ્ચિમ બંગાળનાં પુરુલિયા વિસ્તારમાં ટામેટાં 155 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. 

ભારે ગરમી અને ચોમાસાના વિલંબને કારણે ઉત્પાદનની અછત સર્જાતાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. 

મહાનગરોમાં, ટમેટાનો છૂટક ભાવ રૂ. 58 થી 148 પ્રતિ કિલો છે, જેમાં સૌથી વધુ કોલકાતામાં રૂ. 148 પ્રતિ કિલો અને મુંબઈમાં સૌથી ઓછા રૂ. 58 પ્રતિ કિલો છે. દિલ્હી અને ચેન્નાઈમાં ટામેટાંનો ભાવ અનુક્રમે 110 રૂપિયા પ્રતિ કિલો અને 117 રૂપિયા પ્રતિ કિલો હતો.

ગ્રાહક બાબતોનાં મંત્રાલયના આંકડા દર્શાવે છે કે સમગ્ર ભારતમાં ટામેટાંનો સરેરાશ ભાવ  83.29 રૂપિયા પ્રતિ કિલો છે, જેની મોડલ કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં, સ્થાનિક વિક્રેતાઓ ગુણવત્તા અને વિસ્તારને ધ્યાનમાં લઈ રૂ.  120થી 140  કિલોનાં ભાવે ટામેટાંનું વેચાણ કરે છે. બ્લિન્કઈટ અને સ્વિગી ઈન્સ્ટામાર્ટ જેવી ઓનલાઈન ગ્રોસરી શોપિંગ એપ્લિકેશન પર ટામેટાંની કિંમત 140 રૂપિયા પ્રતિ કિલોથી વધુ હતી.

ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા બે અઠવાડિયામાં પુરવઠો ખોરવાઈ ગયો છે, જ્યાં લણણી અને પરિવહનને અસર થઈ છે. વળી, ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનની અસર પણ ભાવ પર પડી છે.

દિલ્હીમાં, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા પાડોશી રાજ્યોમાંથી સામાન્યરીતે આવતા પુરવઠામાં ઘટાડો થયા પછી ભાવમાં વધારો થયો. સરકારે જણાવ્યું કે, ટામેટાનાં ભાવમાં વર્તમાન વધારો એ મોસમી ઘટના છે અને તે આગામી 15 દિવસમાં ઘટશે અને એક મહિનામાં સામાન્ય થઈ જશે.

છેલ્લા બે અઠવાડિયાથી ટામેટાં ઉત્પાદન કરતાં રાજ્યોમાં ચાલી રહેલા અતિશય વરસાદને કારણે  ટામેટાં ઉતારવાની પ્રક્રિયા અને દેશભરમાં પહોંચાડવાની કામગીરીને અસર થઈ હોવાથી તેની અછત સર્જાઇ છે અને ભાવમાં વધારો થયો છે. જો કે, ટૂંક સમયમાં ભાવ પાછા જૂના સ્થાને આવી જશે તેવી પણ હૈયાધારણા ગ્રાહક બાબતોનાં મંત્રાલય દ્વારા અપાઈ છે.