વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી છ દિવસીય ઈવેન્ટ, સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 25 અને 30 જુલાઈની વચ્ચે યોજાવાનો છે અને 28 જુલાઈએ PM નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ફોક્સકોન, માઈક્રોન, AMD, IBM, માર્વેલ, વેદાંતા, LAM રિસર્ચ, NXP સેમિકન્ડક્ટર્સ અને STMicroelectronics જેવી […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી છ દિવસીય ઈવેન્ટ, સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 25 અને 30 જુલાઈની વચ્ચે યોજાવાનો છે અને 28 જુલાઈએ PM નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ફોક્સકોન, માઈક્રોન, AMD, IBM, માર્વેલ, વેદાંતા, LAM રિસર્ચ, NXP સેમિકન્ડક્ટર્સ અને STMicroelectronics જેવી અન્ય કંપનીઓ આ ઈવેન્ટમાં ભાગ લેશે. તેનો હેતુ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન ઈકોસિસ્ટમ તરીકે સ્થાન આપવાનો છે.

આ ઈવેન્ટ અદ્યતન તકનીકો અને ચિપ-નિર્માણમાં નવીનતાઓ વિશે ઊંડી સમજ પ્રદાન કરશે તેમજ સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી ઉદ્યોગમાં સૌથી મોટા નામોને એકસાથે લાવશે. “28 જુલાઈ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઈન્ડિયા 2023’ના ઉદ્ઘાટન સાથે ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય નોંધપાત્ર પગલાં લેવા તૈયાર છે.”  આવું ટ્વીટ IT મંત્રાલય દ્વારા કરાયું છે.

આ મુખ્ય કાર્યક્રમની શરૂઆત પહેલાં, 25 જુલાઈ, 2023ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક વિશિષ્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શન મુલાકાતીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગને આગળ વધારતી અગ્રણી ટેક્નોલોજી અને નવીનતાઓની વ્યાપક સમજ પ્રદાન કરશે.

સેમિકોન ઈન્ડિયા 2023માં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલ્વે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર ઉદ્યોગોના અગ્રણી વડાઓ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. “આ ઈવેન્ટને એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના મેળાવડા તરીકે ગણવામાં આવે છે જેનો ઉદ્દેશ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનો છે. તે નેટવર્કિંગ તકો, ટેક્નોલોજી એક્સપોઝર અને આશાસ્પદ બિઝનેસ તકો પૂરી પાડે છે. નવીનતા, ભાગીદારી અને વૃદ્ધિ પર ભાર મૂકવાની સાથે, ‘સેમિકોન ઈન્ડિયા 2023’ ભારત અને ગુજરાત બંનેમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના ભાવિને આકાર આપવામાં ખૂબ મહત્વ ધરાવે છે.

ગુજરાતને સ્થાનિક સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી (2022-2027)નું અનાવરણ કર્યું છે. આ નીતિ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ટેકો આપશે તેમજ તેને વધુ પ્રોત્સાહન આપશે અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની એકંદર પ્રગતિમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. તેમજ લોકોને રોકાણની તકો પૂરી પાડશે.

આ “સેમિકોન ઈન્ડિયા 2023” કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણની તકો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમનું પ્રેઝન્ટેશન અને ઉદ્યોગ નિષ્ણાતોની પેનલની આગેવાની હેઠળ ચર્ચા દ્વારા ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણની તકોને વિક્સાવવમાં આવશે. આ કાર્યક્રમથી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે.